મુંબઈ: સીએનજીમાં ભાવવધારાથી રિક્ષાના ભાડા વધવાની શક્યતા

25 July, 2020 07:23 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ: સીએનજીમાં ભાવવધારાથી રિક્ષાના ભાડા વધવાની શક્યતા

ઑટો-રિક્ષા

કોરોનાના સંકટમાં ગૅસના વેચાણમાં થયેલા જંગી ઘટાડાને સરભર કરવા માટે મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ) કંપનીએ ગૅસની કિંમતમાં કિલોએ એક રૂપિયાનો વધારો કરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. આ ભાવવધારે ગઈ કાલે રાત્રે ૧૨ વાગ્યાથી અમલમાં આવી ગયો છે. આ સાથે જ મુંબઈ અને આસપાસમાં ગૅસનો ભાવ ૪૮.૯૫ રૂપિયા પ્રતિકિલો થયો છે.

કંપનીએ આપેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગૅસના ભાવમાં વધારો કરાયો હોવા છતાં સીએનજીના વપરાશકારોને પેટ્રોલ કરતાં ૬૦ ટકા અને ડીઝલ કરતાં ૩૯ ટકા સસ્તો પડશે.

તમામ ઑટો રિક્ષા સીએનજીથી ચાલતી હોવાથી ગૅસ કંપનીના ભાવવધારાથી રિક્ષાના ભાડામાં પણ વધારો કરવાની માગણી રિક્ષા યુનિયનો કરશે કે કેમ? એવા સવાલના જવાબમાં યુનિયન અધ્યક્ષ શશાંક રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૅસની કિંમતમાં કિલોદીઠ ૧ રૂપિયાનો વધારો કરવાથી કેટલો ફરક પડે છે એનો અંદાજ કઢાયા બાદ લાગશે કે પરવડે એમ નથી ત્યારે અમે રિક્ષાના ભાડામાં વધારો કરવાની માગણી કરીશું.’

mumbai mumbai news coronavirus covid19 lockdown