વિધાનસભાની ચૂંટણી ૧૦થી ૧૩ ઑક્ટોબર વચ્ચે યોજાવાની શક્યતા

15 July, 2019 10:52 AM IST  |  નાસિક

વિધાનસભાની ચૂંટણી ૧૦થી ૧૩ ઑક્ટોબર વચ્ચે યોજાવાની શક્યતા

તબીબી શિક્ષણ અને જલસંસાધન પ્રધાન ગિરીશ મહાજને રાજ્યમાં ૧૦થી ૧૩ ઑક્ટોબર વચ્ચે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાની શક્યતા રવિવારે વ્યક્ત કરી હતી. નાશિકમાં આયોજિત જિલ્લા નિયોજન સમિતિની બેઠકમાં પત્રકારો સાથે ચર્ચા કરતાં ગિરીશ મહાજને એમ પણ કહ્યું હતું કે આ વખતે ચૂંટણીની આચારસંહિતા ૧૦થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન લાગુ કરાશે. ગિરીશ મહાજને કહ્યું હતું કે ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી જે સમયગાળામાં યોજાઈ હતી એને આધારે મારું માનવું છે કે આ વખતે ૧૦થી ૧૩ ઑક્ટોબરની વચ્ચે યોજાશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક કાર્યક્રમમાં મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલે પણ સપ્ટેમ્બર મહિનામાં આચારસંહિતા લાગુ થવાની અને ઑક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા વ્યક્ત કરી હતી.

mumbai maharashtra assembly elections 2014