આફૂસ કેરી આવી ગઈ છે: હોલસેલમાં ડઝનના 2000 રૂપિયા ઓન્લી...

01 February, 2020 07:31 AM IST  |  Mumbai

આફૂસ કેરી આવી ગઈ છે: હોલસેલમાં ડઝનના 2000 રૂપિયા ઓન્લી...

આફૂસ કેરી

નવી મુંબઈની એપીએમસી માર્કેટની હોલસેલ ફ્રૂટ માર્કેટમાં શુક્રવારે કોંકણની દેવગડ આફૂસની ૧૨ પેટી દાખલ થઈ હતી. કોંકણની આફૂસ માર્કેટમાં પ્રવેશી તો છે, પણ ઘણી મોંઘી હોવાને કારણે એ આફૂસ સામાન્ય નાગરિકોને પરવડી શકે એમ નથી. કોંકણી આફૂસનો હોલસેલ માર્કેટમાં ભાવ ૨૦૦૦ રૂપિયા છે, જે શહેરમાં આવતાં ૪૦૦૦ રૂપિયાનો હોવાનું એપીએમસીના સૂત્રએ જણાવ્યું હતું.

કમોસમી વરસાદને કારણે હાલની આફૂસની સીઝન લંબાઈ ગઈ હોવાથી ૧૦ એપ્રિલ બાદ મબલક પ્રમાણમાં આફૂસ એપીએમસીમાં દાખલ થશે એવી માહિતી એપીએમસી ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ આપી હતી.

સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે કેરીના પાક પર અસર થઈ છે અને એટલે જ આ સીઝનમાં કેરી થોડી મોડી આવે એવી શક્યતા છે. શુક્રવારે કોંકણની આફૂસની ૧૨ પેટી આવી હતી. આ આફૂસ થોડી રો છે એટલે સસ્તા ભાવમાં વેચાઈ રહી છે. પાંચ ડઝન કેરી ૯થી ૧૧ હજાર રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. ૧૦ એપ્રિલ બાદ આફૂસનો માલ મબલક પ્રમાણમાં આવશે. હાલમાં દરરોજ ૧૦થી ૧૨ પેટી માર્કેટમાં ઊતરવાની છે અને એટલે જ એનો ભાવ આટલો ઊંચો છે.

mumbai apmc market mumbai news