અલીબાગમાં કોવિડ-19ના નિયમનો ભંગ કરીને પાર્ટી કરનાર 14 વ્યક્તિની ધરપકડ

02 March, 2021 08:22 AM IST  |  Alibaug | Agency

અલીબાગમાં કોવિડ-19ના નિયમનો ભંગ કરીને પાર્ટી કરનાર 14 વ્યક્તિની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કર્યા વિના રાયગડ જિલ્લાના અલીબાગમાં પાર્ટી કરી રહેલા ૧૪ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

પોલીસને મળેલી માહિતીના આધારે કલોટે ગામમાં એક ફાર્મહાઉસમાં પાડવામાં આવેલી રેઇડને પગલે આ ધરપકડ કરવામાં આવી હોવાનું ખાલાપુર પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

ફાર્મહાઉસ પર એકઠા થયેલા લોકો મ્યુઝિકના જોરદાર અવાજમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના કે માસ્ક પહેર્યા વિના પાર્ટીનો આનંદ માણી રહ્યા હતા તેમ જ હુક્કો પી રહ્યા હતા. પોલીસે ફાર્મહાઉસના મૅનેજર ઉપરાંત અન્ય ૧૩ જણની ધરપકડ કરી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news alibaug