01 March, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તળ મુંબઈના પી. ડિમેલો રોડ પર સ્કૂટર પર એક સંબંધી સાથે જઈ રહેલા આંગડિયા પર ફાયરિંગ કરી તેમને લૂંટી લેવાની ઘટના ૬ જાન્યુઆરીએ બની હતી જેમાં લૂંટારાઓ ૪૭.૨૦ લાખના સોનાના દાગીના લૂંટી ગયા હતા. એ ઘટના સંદર્ભે આંગડિયાએ માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરી લૂંટમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે તેમનો ત્રીજો સાગરીત નાસતો ફરી રહ્યો હતો. આખરે ત્રીજો આરોપી દિલ્હીમાં હોવાનું જણાઈ આવતાં પોલીસની એક ટીમ દિલ્હી ગઈ હતી અને આરોપીને ઝડપી લેવાયો હતો.