કોરોનાના શંકાસ્પદ પેશન્ટના સ્ક્રીનિંગ માટે 4 પ્રાઇવેટ હૉસ્પિટલો આગળ આવી

18 March, 2020 09:42 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોનાના શંકાસ્પદ પેશન્ટના સ્ક્રીનિંગ માટે 4 પ્રાઇવેટ હૉસ્પિટલો આગળ આવી

નયર હૉસ્પિટલ

બીએમસી દેશવ્યાપી કોરોના વાઇરસના પેશન્ટનું સ્ક્રીનિંગ કરી તત્કાળ રિપોર્ટ આપવા પ્રયાસ કરી રહી છે ત્યારે તેની સહાયમાં ચાર ખાનગી લૅબોરેટરી આગળ આવી છે. રાજ્ય સરકારે આ ચાર લૅબોરેટરીને કોરોનાનો ટેસ્ટ કરવાની પરવાનગી આપવા કેન્દ્રને પત્ર લખ્યો છે.

કોરોના વાઇરસના શંકાસ્પદ કેસની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે અને લોકો સામે ચાલીને ટેસ્ટ કરાવવા આગળ આવી રહ્યા છે પરંતુ બીએમસીની હૉસ્પિટલોમાં પૂરતી જગ્યા નથી અને લૅબમાં એક દિવસમાં વધુમાં વધુ ૨૫૦ ટેસ્ટ કરી શકાય છે. કેઇએમ હૉસ્પિટલની ક્ષમતા રોજના ૧૫૦ ટેસ્ટની છે પરંતુ હજી સુધી ટેસ્ટ શરૂ કરાઈ નથી. બીએમસીના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સરકારે ટેસ્ટ માટે પૂરી પાડેલી કિટનો ઉપયોગ ટેસ્ટિંગ માટે કરવામાં આવે છે, આ ઉપરાંત અમે ટૂંક સમયમાં અમારી ક્ષમતા વધારવા પણ વિચારી રહ્યા છીએ. કસ્તુરબા હૉસ્પિટલમાં આઇસોલેશન બેડની સંખ્યા પૂરતી નથી આથી એચબીટી ટ્રોમા સેન્ટરમાં વધુ ૨૦ બેડની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે. જસલોક, રિલાયન્સ, ફોર્ટિસ, લીલાવતી, બૉમ્બે હૉસ્પિટલ જેવી અનેક હૉસ્પિટલો સહાયાર્થે આગળ આવી રહી છે.

prajakta kasale mumbai mumbai news coronavirus KEM Hospital nair hospital