કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કારણે અમરસન્સ ગાર્ડનમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

19 February, 2020 11:04 AM IST  |  Mumbai | Chetna Sadadekar

કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કારણે અમરસન્સ ગાર્ડનમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

૧૨ હજાર કરોડના ખર્ચે બનનાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને અમરસન્સ ગાર્ડન, બ્રિચ કેન્ડી હૉસ્પિટલના વિસ્તારમાં દુર્ગંધની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. એકઠું કરી રાખવામાં આવતું પાણી, ગટરની પાઇપલાઇનના કારણે અમરસન્સ ગાર્ડન વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધમાં વધારો થયો છે. જેના કારણે સવારે અને સાંજે વૉક કરવા આવતા બ્રિચકેન્ડી વિસ્તારના રહીશોનો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર સમારકામના કારણે સમુદ્રનું પાણી ગટરની પાઇપલાઇનમાં અટકી જાય છે જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.

કોસ્ટલ રોડ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર વિજય નિગોટેએ જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને કારણે આ સમસ્યા નથી સર્જાઈ. તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યા બીએમસીના સેવેજ ઑપરેશન ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ આવે છે.

વિસ્તારના જે રહીશો નિયમિત રૂપે અમરસન્સ ગાર્ડનમાં વૉક કરવા આવે તેમણે જણાવ્યું હતું કે અમે છેલ્લા એક મહિનાથી આ સમસ્યાથી પીડાઇ રહ્યા છીએ. બીએમસીમાં ઘણી વખત ફરિયાદ કરી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

breach candy mumbai mumbai news chetna yerunkar