મોટરમૅન અને ગાર્ડની સતર્કતાને કારણે યુવકને મળ્યું જીવતદાન

24 February, 2020 07:44 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મોટરમૅન અને ગાર્ડની સતર્કતાને કારણે યુવકને મળ્યું જીવતદાન

મોટરમૅન સૂર્યકાન્ત પાટીલ અને ગાર્ડ બબલુકુમાર.

પનવેલ જતી લોકલ ટ્રેન ચલાવતા મોટરમૅન અને ક્રૂ મેમ્બરનું સેન્ટ્રલ રેલવે સન્માન કરશે, કારણ કે રવિવારે રાતે ચૂનાભઠ્ઠી અને કુર્લા સ્ટેશન વચ્ચે પાટા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા યુવકનો તેમણે જીવ બચાવ્યો હતો.

રવિવારે રાતે ૧ વાગ્યે ચૂનાભઠ્ઠી અને કુર્લા સ્ટેશન વચ્ચેના ટ્રૅક પર ૨૯ વર્ષનો વિનાયક પરબ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. પનવેલ તરફ જતી ટ્રેનના મોટરમૅન સૂર્યકાંત પાટીલ અને ગાર્ડ બબલુકુમારની તકેદારીને કારણે તેમણે દૂરથી ઈજાગ્રસ્તને જોતાં ટ્રેન રોકીને વિનાયકની મદદ કરી હતી. વિનાયકને જોતાં તેમણે તાત્કાલિક બબલુકુમારનો સંપર્ક કર્યો અને વિનાયકને ટ્રેનની અંદર લેવાનું જણાવ્યું હતું.

મોટરમૅન સૂર્યકાંત પાટીલે જણાવ્યું કે ‘જ્યારે મેં ઈજાગ્રસ્ત યુવકને ટ્રૅક પર જોયો ત્યારે તરત જ બ્રેક મારી હતી એને કારણે ટ્રેન વચ્ચે રોકાઈ ગઈ હતી. ત્યાર બાદ કુમાર અને અમુક પૅસેન્જરની મદદથી વિનાયકને કુર્લા સ્ટેશન સુધી ટ્રેનમાં લીધો હતો.’

બબલુકુમારે જણાવ્યું કે ‘જ્યારે અમે ટ્રેન રોકી ત્યારે ઈજાગ્રસ્ત યુવક જીવતો હતો. તાત્કાલિક મુસાફરોએ મારી મદદ કરી અને અમે તેને ટ્રેનમાં લીધો હતો. ત્યાર બાદ કુર્લાના સ્ટેશન-માસ્ટર વિનાયકને સાયન હૉસ્પિટલ લઈ ગયા હતા.

આ પણ વાંચો : ઉલ્હાસનગરના ગૅન્ગસ્ટરની હત્યા થઈ હતી: ફૉરેન્સિક રિપોર્ટ

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે મોટરમૅન અને ગાર્ડની અલર્ટનેસને કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો છે. ટ્રેનના ક્રૂને એ બદલ અવૉર્ડ આપવામાં આવશે.’

panvel harbour line mumbai trains mumbai railways mumbai news rajendra aklekar