Mumbai Airport: જ્યારે એક પુશબૅક ટ્રકમાં લાગી ગઇ આગ

10 January, 2022 09:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એર ઈન્ડિયાની આ ફ્લાઈટ મુંબઈથી જામનગર જઈ રહી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ આ માહિતી આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ એરપોર્ટ પર બપોરે 11 વાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. મુસાફરોથી ભરેલા પ્લેનને પુશબેક આપતા ટ્રકમાં આગ લાગી હતી. આગની ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તાજેતરની માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ મુંબઈથી જામનગર જઈ રહી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ આ માહિતી આપી હતી.


મુંબઈ એરપોર્ટના પીઆરઓનું કહેવું છે કે મુંબઈ-જામનગર ફ્લાઈટમાં 85 મુસાફરો સવાર હતા. 10 મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિને કે એર ઇન્ડિયાના ઓ૩૨૦ એરક્રાફ્ટને કોઈ નુકસાન થયું નથી. તમામ કામગીરી સામાન્ય થઇ ગઇ હતી. જો કે જ્યારે ઘટના ઘટી ત્યારે આગની જ્વાળાઓ અને ધુમાડા ડરામણા લાગ્યા હતા પણ ત્યાં એરપોર્ટ ફાયરબ્રિગેડ જે નજીકમાં હતી તેણે તરત જ સાબદા થઇને આગને કાબુમાં લઇ લીધી હતી

Mumbai mumbai news jamnagar mumbai airport