Mumbai: કમોસમી વરસાદને કારણે હવાની ગુણવત્તા સુધરી

19 November, 2021 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાહનોની વધતી સંખ્યા અને બાંધકામના સ્થળોને કારણે ઘણી વખત હવા ઝેરી બને છે.

ફાઇલ ફોટો

કમોસમી વરસાદને કારણે મુંબઈગરોને ભલે ગરમીમાંથી રાહત ન મળી હોય, પરંતુ હવા પહેલાં કરતાં સારી થઈ ગઈ છે. ગુરુવારે મુંબઈની હવા શ્વાસ લેવા માટે અનુકૂળ બની હતી. છેલ્લા 4 દિવસથી નબળી શ્રેણીમાં રહેલી સમગ્ર મુંબઈની હવા 65ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સાથે સંતોષકારક સ્થિતિમાં રહી હતી. આ દરમિયાન ઘણી જગ્યાએ હવાની ગુણવત્તામાં પણ સુધારો થયો હતો.

વાહનોની વધતી સંખ્યા અને બાંધકામના સ્થળોને કારણે ઘણી વખત હવા ઝેરી બને છે અને હવાની ગુણવત્તા પર અસર થાય છે. છેલ્લા 4 દિવસથી મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં હવા નબળી અને અત્યંત નબળી શ્રેણીમાં રહી હતી. મુંબઈની એર ક્વોલિટી મોનિટર કરતી સફર સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ગુફરન બેગે જણાવ્યું હતું કે “કમોસમી વરસાદને કારણે સ્વચ્છ આકાશને પગલે હવામાં પણ સુધારો થયો છે. આગામી 4-5 દિવસ સુધી હવાની ગુણવત્તા વધુ કે ઓછી એવી જ રહેશે. અસરગ્રસ્ત હવાની ગુણવત્તાને કારણે શ્વાસ લેવામાં અને એલર્જી પીડિતોને સૌથી વધુ તકલીફ થાય છે.

રિપોર્ટ અનુસાર સૌથી સારો પવન ભાંડુપનો હતો. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચકાસવા માટે, 10 સ્ટેશનોમાં 8 સ્થળોએ હવા શ્વાસ લેવા માટે સંતોષકારક હોવાનું જણાયું હતું. આ દરમિયાન વરલી અને મઝગાંવની હવા સારી રહી હતી, જ્યારે ભાંડુપ, કોલાબા, બોરીવલી, ચેમ્બુર અને અંધેરીની હવા સંતોષકારક હતી. તે જ સમયે, મલાડ અને બીકેસીની હવા સામાન્ય શ્રેણીમાં રહી હતી.

ઉલ્લેખનીય છે કે 50 સુધીનો AQI - સારો, 51-100 સંતોષકારક, 101-200 સામાન્ય, 201-300 નબળો, 301-400 ખૂબ જ નબળો, જ્યારે 401થી વધુ ક્રિટિકલ કેટેગરીમાં આવે છે. ગુરફાન બેગે જણાવ્યું હતું કે “દરિયામાંથી ફૂંકાતા પવન અને વાતાવરણમાં વધુ ભેજને કારણે વાતાવરણમાં હાજર પ્રદૂષિત કણોમાં ઘટાડો થયો છે, જેના કારણે મુંબઈની હવાની ગુણવત્તામાં સુધારો થયો છે.

mumbai news mumbai air pollution