મુંબઇની હવાની ગુણવત્તા બગડી, દિલ્હી કરતાં પણ વધુ પ્રદુષિત

07 January, 2021 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇની હવાની ગુણવત્તા બગડી, દિલ્હી કરતાં પણ વધુ પ્રદુષિત

પ્રતીકાત્કમ તસવીર

મુંબઇ (Mumbai)માં હવાની ગુણવત્તા દિલ્હી કરતા પણ ખરાબ થઇ છે. સિસ્ટમ ઑફ એર ક્વોલિટી કંન્ટ્રોલ એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર મુંબઇમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 7 જાન્યુઆરીએ 309 નોંધાયું હતું. આ પહેલા બુધવારે પણ તે 309 જ હતું. મુંબઇની હવે એ હદે બગડી છે કે તેણે દિલ્હીને ય પાછળ છોડ્યું છે.  આ પહેલાં 1લી જાન્યુઆરીએ મુંબઇની હવાની ક્વોલિટી 307 નોંધાઇ હતી.  0 અને 50ની વચ્ચે એક્યૂઆઇને સારું, 51-100 'સંતોષકારક', 101-200 'મધ્યમ', 201-300 'ખરાબ', 301-400 'બહુ ખરાબ' અને 400થી વધુ એક્યૂઆઇ હોય તો ગંભીર જોખમી ગણાય છે. 

SAFARના પ્રતિનિધિએ જણાવ્યું કે મુંબઇનું એક્યૂઆઇ બહુ ખરાબ સ્તરે છે અને તેનું કારણ પ્રદુષિત કણોનો પ્રસાર અને લઘુત્તમ તાપમાનમાં ઘડાટો છે.  કદાચ આગામી બે દિવસમાં નજીવો સુધારો આવે પણ હવાની ગુણવત્તા તો ખરાબ જ રહેશે. ઇન્ડિયન મિટિરિયોલોજિકલ વિભાગ (India Meteorological Department)ના પશ્ચિમી ક્ષેત્રના ડેપ્યૂટી ડાયરેક્ટર કે એસ હોસલિકરે જણાવ્યું કે હજી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.  

છેલ્લા બે દિવસથી દેશમાં તાપમાન ઘટ્યૂં છે જે પાકિસ્તાન મધ્યથી અરબી સમુદ્રા સુધી પ્રસરનારા સક્રિય પશ્ચિમિ વાયરાને કારણે છે. એક રિપોર્ટ અનુસાર બુધાવારે બોરીવલીમાં હવાની ગુણવત્તા છેક 344 થઇ ગઇ હતી જે સૌથી ખરાબ ગણાય અને પછી નવી મુંબઇમાં પણ 329નું એક્યૂઆઇ નોંધાયુ હતું. અંધેરીમાં આ આંકડો 321નો નોંધાયો હતો તો સાંતાક્રૂઝમાં લધુત્તમ તાપમાન 19.8 ડિગ્રી હતું જે મંગળવારની સરખામણીએ 0.7 ડિગ્રી ઓછું હતું. 

mumbai mumbai news