12 July, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુલેટ ટ્રેન ટનલ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) અને શિળફાટા વચ્ચેની ૨૧ કિલોમીટરની ટનલમાંથી ૨.૭ કિલોમીટર ટનલનું કામ સફળતાપૂર્વક પૂરું થયું હોવાનું નૅશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ જણાવ્યું હતું.
કુલ ૨૧ કિલોમીટર લાંબી ટનલમાંથી પાંચ કિલોમીટરની ટનલ શિળફાટા અને ઘનસોલી વચ્ચે ન્યુ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, જ્યારે બાકીની ૧૬ કિલોમીટર ટનલ બોરિંગ મશીન (TBM)નો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. આ ટનલમાં થાણે ખાડી નીચે ૭ કિલોમીટર લાંબો સમુદ્રી ભાગ પણ સામેલ છે.