03 January, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘરમાં બુલેટ ટ્રેન માટે માઉન્ટેન ટનલનું કામ પૂરું થઈ જતાં રેલવે મિનિસ્ટર ઐશ્વિની વૈષ્ણવે ટનલના ફોટો શૅર કર્યા હતા
૫૦૮ કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટો માઇલસ્ટોન અચીવ કર્યો હોવાની જાહેરાત ગઈ કાલે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કરી હતી.
ટનલ માટે પર્વતોની વચ્ચે ખોદવામાં આવેલો દોઢ કિલોમીટરનો સ્ટ્રેચ
પાલઘર જિલ્લામાં ૧.૫ કિલોમીટર લાંબી માઉન્ટેન ટનલ-5 (MT-5) કૉરિડોર પર પૂરી થનારી પહેલી માઉન્ટેન ટનલ છે. આ ટનલ વિરાર અને બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવેલી છે, જેના બ્રેકથ્રૂ વર્કની અંતિમ કામગીરી ગઈ કાલે અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવનમાંથી વર્ચ્યુઅલી જોઈ હતી.
ટનલની અંતિમ કામગીરી પૂરી કર્યા પછી સેલિબ્રેટ કરતા વર્કર્સ
ગયા સપ્ટેમ્બર મહિનામાં થાણે અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વચ્ચે પાંચ કિલોમીટર લાંબી અન્ડર ગ્રાઉન્ડ ટનલ પૂરી થયા પછી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં આ બીજી મોટી સફળતા છે.