મુંબઈ : ચોરીના બનાવ અટકાવવા આઇસી કૉલોનીમાં પોલીસનું જાગૃતિ અભિયાન

09 October, 2020 07:31 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : ચોરીના બનાવ અટકાવવા આઇસી કૉલોનીમાં પોલીસનું જાગૃતિ અભિયાન

પોલીસ દ્વારા લગાડવામાં આવેલાં પોસ્ટરો

બોરીવલીની આઇસી કૉલોનીમાં ચોરી અને લૂંટફાટના વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે હાઉસિંગ સોસાયટીઓમાં અવેરનેસ કૅમ્પેન હાથ ધર્યું છે. હાઉસિંગ સોસાયટીઓની મૅનેજિંગ કમિટી થકી જાગૃતિ ફેલાવવાની સાથે-સાથે ધ્યાનમાં રાખવાની સાવચેતીની યાદી અને પોલીસ અધિકારીઓના જરૂરી ફોન નંબરો વગેરે ધરાવતાં પોસ્ટર્સ રહેણાક ઇમારતોમાં લગાવાયાં છે.

આઇસી કૉલોનીને આવરી લેતા એમએચબી પોલીસ સ્ટેશને ચોરી અને લૂંટના બનાવો અટકાવવા માટે રહેવાસીઓની સક્રિય સહાય મેળવવા માટે હાઉસિંગ સોસાયટીઓ સાથે જાગૃતિ અભિયાનોની જૂની પ્રણાલીને પુનઃ ઉપયોગમાં લીધી છે. રાતના સમયે નજર રાખવા માટે સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક કૉર્પોરેટરની સાથે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે, ત્યારે તમામ નાગરિકો સતર્ક રહે તે સુનિશ્ચિત કરવા માટેનું આ વધુ એક પગલું છે.

આઇસી કૉલોનીના રહેવાસીઓની શંકાઓનું નિવારણ કરવા માટે અને ચોરી કે લૂંટફાટ ટાળવા માટે કેવી રીતે સહિયારા પ્રયાસ હાથ ધરી શકાય છે, તે તેમને સમજાવવા માટે અગાઉ તેમની સાથે બેઠક યોજનારા એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પંડિત ઠાકરેએ જણાવ્યું હતું કે આ કોઈ નવો કૉન્સેપ્ટ નથી, કારણ કે નાગરિકોએ કઈ તકેદારીઓ રાખવી જોઈએ તેની યાદી લાંબા સમયથી મોજૂદ હતી. મહામારી દરમ્યાન વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ પદ્ધતિને પુનર્જીવિત કરી છે. કોમન એરિયામાં પોસ્ટરો લગાવવા માટે અમે હાઉસિંગ સોસાયટીઓની મુલાકાત લઈએ છીએ અને મૅનેજિંગ કમિટી સાથે વાત કરી છે.

pallavi smart mumbai mumbai news borivali mumbai police