મુંબઈ : બેદરકાર બાઇકસવારને બચાવવા જતાં મર્સિડીઝે ચાર વાહનોને અડફેટે લીધાં

03 November, 2014 03:38 AM IST  | 

મુંબઈ : બેદરકાર બાઇકસવારને બચાવવા જતાં મર્સિડીઝે ચાર વાહનોને અડફેટે લીધાં



સાંતાક્રુઝ (વેસ્ટ)માં sv રોડ પર શનિવારે સવારે પોણાઅગિયાર વાગ્યે એક મર્સિડીઝ કાર સૅન્ટ્રો કાર સાથે અથડાઈ હતી. ત્યાર બાદ એ બાજુમાં પાર્ક કરેલી ત્રણ રિક્ષા સાથે અથડાઈ હતી. આ ઍક્સિડન્ટમાં ચાર લોકોને નજીવી ઈજા થઈ હતી.

મર્સિડીઝ ખાર તરફથી આવી રહી હતી ત્યારે એક બાઇકસવારે તેને ઘસરકો માર્યો હતો. આ બાઇકસવારને બચાવવા જતાં મર્સિડીઝના ડ્રાઇવર પ્રતીક ગડાએ જોરથી ડાબી બાજુએ ટર્ન મારતાં તેણે કાર પરથી સંતુલન ગુમાવ્યું હતું અને તેની કાર સામેથી આવી રહેલી સૅન્ટ્રો કાર સાથે અથડાઈ હતી. સૅન્ટ્રો એક મહિલા ચલાવી રહી હતી. એની સાથે અથડાઈને મર્સિડીઝ બાજુમાં ઊભી રહેલી ત્રણ રિક્ષા સાથે અથડાઈ હતી. આ અકસ્માત ઈજા પામેલાં મહિલા અને ત્રણ રિક્ષા-ડ્રાઇવરોને સારવાર માટે ભાભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને નજીવી ઈજા થઈ છે .

સાંતાક્રુઝ પોલીસે જણાવ્યું હતું કે ‘મર્સિડીઝનો ડ્રાઇવર પ્રતીક ગડા હતો. સદ્ભાગ્યે આ અકસ્માતમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નહોતું. બેજવાબદાર બાઇકસવાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રતીક સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.’