ઠાકરેની બાબરી ટિપ્પણીના પગલે મહારાષ્ટ્રના મુસ્લિમ પ્રધાનો રાજીનામું આપે

05 March, 2021 09:42 AM IST  |  Mumbai | Agency

ઠાકરેની બાબરી ટિપ્પણીના પગલે મહારાષ્ટ્રના મુસ્લિમ પ્રધાનો રાજીનામું આપે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં બાબરીધ્વંસ વિશે ટિપ્પણી કરી એના એક દિવસ બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ગુરુવારે એ સામે વાંધો ઉઠાવ્યો હતો અને રાજ્યના મુસ્લિમ પ્રધાનોને આ નિવેદન તથા અન્ય બે મુદ્દાઓના મામલે રાજીનામું આપવા જણાવ્યું હતું.

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમે પણ ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાબતે અસહમતી દર્શાવી હતી.

વિધાનભવન બહાર પત્રકારોને સંબોધતાં અબુ આઝમીએ જણાવ્યું હતું કે ઠાકરે ભૂલી ગયા છે કે તેઓ માત્ર શિવસેનાના પ્રમુખ નથી બલકે રાજ્યના મુખ્ય પ્રધાન પણ છે.

કૉન્ગ્રેસ અને એનસીપી પર પણ નિશાન સાધતાં અબુ આઝમીએ જણાવ્યું હતું કે બન્ને પક્ષોએ અગાઉ નોકરી અને શિક્ષણમાં મુસ્લિમોને પાંચ ટકા ક્વોટા આપવા વિશે વાત કરી હતી, પણ એવું થયું નથી.

અબુ આઝમીએ ઉમેર્યું હતું કે ‘મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં સીએએ (સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ) અને એનઆરસી (નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ)નો અમલ નહીં થાય. કૉન્ગ્રેસ અને એનસીપીએ અગાઉ જણાવ્યું હતું કે મુસ્લિમોને પાંચ ટકા અનામત મળવી જોઈએ. હવે તમે (કૉન્ગ્રેસ અને એનસીપી) સત્તામાં છો. મુસ્લિમ પ્રધાનોએ આ મામલે રાજીનામું આપવું જોઈએ.’

mumbai mumbai news uddhav thackeray babri masjid abu azmi