માહુલના રહેવાસીઓને આદિત્ય ઠાકરે 288 ફ્લૅટ્સના અલૉટમેન્ટ લેટર્સ સોંપશે

06 March, 2020 12:00 PM IST  |  Mumbai | Arita Sarkar

માહુલના રહેવાસીઓને આદિત્ય ઠાકરે 288 ફ્લૅટ્સના અલૉટમેન્ટ લેટર્સ સોંપશે

બિલ્ડિંગ

રિફાઇનરી તથા અન્ય પ્રકારનાં પ્રદૂષણોથી ત્રસ્ત માહુલના રહેવાસીઓને સતત આંદોલનો અને કાનૂની સંઘર્ષના અંતે અન્ય સ્થળે રહેઠાણો પ્રાપ્ત થશે. આરોગ્યની તથા માનસિક પરેશાનીથી ત્રાહિમામ પોકારનારા ૨૦૬ પરિવારોને હવે રાહત થશે.

મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (મ્હાડા)એ ગોરાઈમાં ૨૮૮ ફ્લૅટ્સ ફાળવ્યા પછી માહુલના આંદોલનકારીઓને નવાં ઘર પ્રાપ્ત થશે. આજકાલમાં રાજ્યના પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે તે બધાને અલૉટમેન્ટ લેટર્સ સુપરત કરશે.

જોકે માહુલના પ્રદૂષણગ્રસ્તોનાં આંદોલન અને સંઘર્ષની આ પૂર્ણ સફળતા નથી. તેમનું આંદોલન ૨૦૧૮માં શરૂ થયું હતું. મ્હાડાએ ગયા વર્ષે પ્રકલ્પગ્રસ્તો-પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સના પુનર્વસન માટે ૩૦૦ ફ્લૅટ્સ મુંબઈ મહાનગરપાલિકાને ફાળવવાની સંમતિ દાખવી હતી, પરંતુ હકીકતમાં મ્હાડાએ ગઈ ચોથી ફેબ્રુઆરીએ ફક્ત ૨૮૮ ફ્લૅટ્સ ફાળવ્યા હતા. એમાંથી ૨૦૬ ફ્લૅટ્સ માહુલના પ્રદૂષણગ્રસ્તોને મુંબઈ મહાનગરપાલિકાએ ફાળવ્યા છે. બાકીના ૮૨ ફ્લૅટ્સ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.

arita sarkar aaditya thackeray gorai mumbai news mumbai