સાતેય જળાશય પાણીથી છલોછલ થતાં આવતા ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી

03 August, 2019 10:49 AM IST  |  મુંબઇ

સાતેય જળાશય પાણીથી છલોછલ થતાં આવતા ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી

જળાશય

મુંબઇગરાઓને પાણીપુરવઠો પૂરો પાડતાં તમામ જળાશયમાં પૂરતું પાણી હોવાથી જુલાઈ ૨૦૨૦ સુધી મુંબઈમાં પાણીની ચિંતા ટળી ગઈ છે. મુંબઈનાં તમામ સાત જળાશયમાં છેલ્લાં બે વર્ષની સરખામણીમાં ૩ ટકા વધુ પાણીપુરવઠો જમા થયો છે. વર્ષ ૨૦૧૭માં ૨ ઑગસ્ટ સુધી ૧૨૩૮૫૭૦ એમએલડી અને ૨૦૧૮માં ૧૨૦૮૪૬૪ એમએલડી પાણી હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધી સુધી ૧૨૭૫૦૧૭ એમએલડી પાણી જળાશયોમાં જમા થઈ ચૂક્યું છે. વૉટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના અધિકારી અશોકકુમાર તવાડિયાના જણાવ્યા અનુસાર આટલું પાણી ૧૮ જુલાઈ ૨૦૨૦ સુધી મુંબઈમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળે એટલું છે.

મુંબઈમાં મોડક સાગર, તાનસા, અપ્પર વૈતરણા, મધ્ય વૈતરણા, તુલસી, વિહાર અને ભાત્સા એમ સાત જળાશયમાંથી રોજનો ૩૮૫૦ મિલીલીટર પુરવઠો પહોંચાડવામાં આવે છે. ગત વર્ષે તળાવોમાં ઓછો પુરવઠો જમા થતાં આ વર્ષે ઉનાળામાં શહેરમાં ૧૦ ટકા પાણીકાપ પણ લાદવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: લોકલ ટ્રેનમાં મહિલા સાથે અશ્લીલ વર્તન કરનાર શખ્સની ધરપકડ થઈ

વરસાદની સીઝન પૂર્ણ થયા બાદ ૧ ઑૅક્ટોબરે તળાવોમાં ઉપલબ્ધ પાણીપુરવઠો તપાસવામાં આવે છે. જેમાં સાતેય તળાવો મળી એક વર્ષ સુધીની સપ્લાય માટે ૧૪૪૭૩૬૩ એમએલડી પાણી હોવું જરૂરી છે. આ વર્ષે ૨ ઑગસ્ટે તળાવોમાં ૧૨૭૫૦૧૭ મિલીલીટર પાણી જમા થયું છે. સોમાસું પૂર્ણ થવાને હજી બે મહિનાનો સમય બાકી હોવાથી તળાવોમાં આવશ્યક પાણીપુરવઠો છે. તેથી આ વર્ષે ઉનાળામાં પાણીકાપ મૂકવામાં આવશે નહીં એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

mumbai rains mumbai weather mumbai monsoon