મુંબઈ: મતદાન કરી પેટ્રોલ પંપ પર જશો તો પ્રતિ લિટર 50 પૈસાની છૂટ મળશે

07 April, 2019 11:51 AM IST  | 

મુંબઈ: મતદાન કરી પેટ્રોલ પંપ પર જશો તો પ્રતિ લિટર 50 પૈસાની છૂટ મળશે

પેટ્રોલ પંપ

ચૂંટણી નજીક છે અને તમામ રાજનીતિક પાર્ટીઓનો ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ચૂંટણી ઉમેદવારો જ નહીં તંત્ર મતદાન જાગૃતિ માટે કાર્યરત છે. ત્યારે મતદાતાઓને જાગરૂક કરવા માટે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશન પણ આગળ આવ્યું છે. જી હા, હવે જો મતદાતા મતદાન કરીને પેટ્રોલ પંપ પર જશે તો તેમને પ્રતિ લિટર ૫૦ પૈસાની છૂટ મળશે.

ઑલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશને એક નિવેદનમાં કહ્યું કે, ‘અમે લોકોમાં મતદાનમાં જાગૃતિ લાવવાના આશયથી ‘પ્રમોટ વોટિંગ’ કેમ્પેનની શરૂઆત કરીએ છીએ જેના હેઠળ મતદાન કરવા પર ૫૦ પૈસા/પ્રતિ લિટરની છૂટ મળશે.’ આ ઑફરમાં ભાગ લેનારા પેટ્રોલ પંપ પર સવારે ૮ વાગ્યાથી રાતે ૮ વાગ્યા સુધી ગ્રાહકો પોતાની આંગળી પર સ્યાહીનુ નિશાન બતાવી શકે છે. એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ‘એક ગ્રાહક મતદાનના દિવસે અધિક્તમ ૨૦ લિટર સુધી પેટ્રોલ-ડિઝલ પૂરાવી શકે છે. સાથે જ પેટ્રોલ પંપ પરનો સ્ટાફ પણ પેમ્ફલેટ્સ અને બીજી ચાર સામગ્રીની સાથે ગ્રાહકોને મતદાન કરવા માટે જાગૃત કરશે. તમને જણાવી દઇએ કે, ૧૧ એપ્રિલથી ૧૯ મે સુધી ૭ તબક્કામાં ચૂંટણી થશે જેમાં લગભગ ૯૦ કરોડ લોકો મતદાન કરશે.

આ પણ વાંચો: નવું વર્ષ મોદીમુક્ત ભારતનું રહે એવી મારી શુભેચ્છા : રાજ ઠાકરે

મતદારોમાં જાગૃતિ ફેલાવવા IPL મૅચનો ઉપયોગ કરાશે

મહારાષ્ટ્રમાં ૧૧ એપ્રિલથી ચાર તબક્કામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે, જેમાં મતદારોમાં જાગૃતિ આણવાના પ્રયાસરૂપે ECIએ મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરતી IPL મૅચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રયોગાત્મક ધોરણે ૩ એપ્રિલે બ્રેર્બોન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાયેલી મૅચમાં મતદારોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. ECIએ કરેલા સૂચનને પગલે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ ક્રકેટ બોર્ડનો સંપર્ક કર્યો હતો અને ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓને આવશ્યક મટીરિયલ અને પત્રિકાઓ પહોંચાડવામાં આવ્યાં હતાં.

mumbai news Election 2019 Lok Sabha