મુંબઈ: MSRDC કૅડબરી જંક્શનના બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે

08 June, 2019 12:45 PM IST  |  મુંબઈ | રણજિત જાધવ

મુંબઈ: MSRDC કૅડબરી જંક્શનના બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે

બ્રિજ

શહેરમાં અનેક બ્રિજ અને ફુટઓવર બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ કોઈ ચાન્સ ન લેવા માગતું મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) આગામી થોડા મહિનાઓમાં થાણેમાં નીતિન કંપની - કૅડબરી જંક્શન ફ્લાયઓવર બ્રિજની તિરાડ પુરવા સજ્જ છે.

એમએસઆરડીસીના ચીફ એન્જિનિયર અનિલકુમાર ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આઇઆઇટી-બૉમ્બેએ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરી રિપોર્ટ અને ભલામણો સુપરત કર્યાં છે જે અમે આગામી મહિનાઓમાં રિપેર કરીશું. જોકે રિપેરિંગ નીચે કરવાનું હોવાથી ફ્લાયઓવર બંધ કરવામાં નહીં આવે.

આ પણ વાંચો : મુંબઈ: પૃથ્વી પર છેક ક્ષિતિજ સુધી લંબાતો એવરેસ્ટનો પડછાયો જોઈ રહ્યો હતો

૩ જૂને એમએસઆરડીસીએ થાણેમાં નીતિન કંપની - કૅડબરી જંક્શન ફ્લાયઓવર બ્રિજના રિપેરિંગ માટે ટેન્ડર મગાવ્યાં છે. ઇચ્છુક કૉન્ટ્રૅક્ટરોએ ૧૧ જૂન સુધીમાં તેમનાં ટેન્ડર સબમિટ કરવાનાં રહેશે. ફ્લાયઓવરનું રિપેરિંગ લગભગ ૬ મહિના ચાલશે એમ એમએસઆરડીસીના અધિકારીઓએ જણાવ્યું હતું.

mumbai news maharashtra state road development corporation ranjeet jadhav