મુંબઈ: મંત્રાલય વિસ્તારમાં ડેન્ગી અને મલેરિયાનો કહેર

06 June, 2019 11:38 AM IST  |  મુંબઈ | ધર્મેન્દ્ર જોરે

મુંબઈ: મંત્રાલય વિસ્તારમાં ડેન્ગી અને મલેરિયાનો કહેર

મેટ્રો

મંત્રાલયની આસપાસ ડેન્ગી અને મલેરિયા જેવા રોગોનો કહેર જોવા મળી રહ્યો છે. મેટ્રો-૩ના ચાલી રહેલા કામના કારણે ડેન્ગીના મચ્છરોનો વાવર વધ્યો છે. આ બાબતે બીએમસી  સત્તાધીશો દ્વારા આજે મેટ્રો ઑથોરિટીને નોટિસ મોકલવામાં આવશે.

મંત્રાલયની નજીક આવેલા બે ટાવર સૂરુચિ અને સુનીતિમાં રહેતા મોટા અધિકારીઓ અને એમના પરિવારજનો ડેન્ગી અને મલેરિયા જેવા રોગોનો શિકાર બન્યા હતા. આ ઘટના બાદ બીએમસીએ મેટ્રો-૩ના ખાડાઓનું ઇન્સ્પેક્શન કર્યું હતું. જેમાંથી ડેન્ગીના વાઇરસ મળી આવ્યા હતા. વાઇરસ મળી આવ્યા બાદ બીએમસી દ્વારા આજે નોટિસ મોકલવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેન્ગી વાઇરસના મચ્છરો મંત્રાયલની કેન્ટીનની આસપાસ અને પાછળના વિસ્તારમાંથી પણ મળી આવ્યા છે. વિધાન ભવનમાં ૧૭ જૂનથી ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. મંત્રાલયમાં રોજના સેંકડો લોકોની અવર-જવર હોય છે આવામાં ડેન્ગી અને મલેરિયા જેવા વાઇરસ જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : મુંબઈ: શાલિમાર એક્સપ્રેસમાંથી વિસ્ફોટક મળી આવતાં ખળભળાટ મચ્યો

મુંબઇ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ આ બનાવની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુરુવારે મેટ્રો-૩ના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આïવશે અને સમસ્યાના નિવારણ માટે પગલાં લેવામાં આવશે.

brihanmumbai municipal corporation mumbai news dharmendra jore