મુંબઈ: નકલી મહિલા પોલીસે કરી પોલીસના ઘરે જ ચોરી

10 April, 2019 10:29 AM IST  |  મુંબઈ

મુંબઈ: નકલી મહિલા પોલીસે કરી પોલીસના ઘરે જ ચોરી

પ્રતીકાત્મક તસવીર

ડૉમ્બિવલી માનપાડા પોલીસે ગઈ કાલે ૩૩ વર્ષની મહિલાની ચોરીના ગુનામાં અટક કરી હતી. આ મહિલાએ એક મહિલાને પોતે પોલીસ કૉન્સ્ટેબલ છે એવું ઓળખપત્ર બતાવી ડૉમ્બિવલી ઈસ્ટમાં રહેતા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં કાર્યરત કૉન્સ્ટેબલને ઘરે ચોરી કરી હતી.

માનપાડા પોલીસે મિડ-ડેને આપેલી માહિતી મુજબ મહિલાએ પોલીસ કૉન્સ્ટેબલના ઘરે ચોરી કરતાં પહેલાં કૉન્સ્ટેબલની પત્નીને ફેસબુક પર ફ્રેન્ડની રિક્વેસ્ટ મોકલીને પોતાની ઓળખ વધારી હતી અને મોકો મળતાં તેણે કૉન્સ્ટેબલના ઘરેથી મોબાઈલ અને દાગીનાની ચોરી કરી હતી.

ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાજવર્ધન વાઘ પોતે ડૉમ્બિવલી ઈસ્ટમાં રહે છે. ભãકત શિંદે નામની મહિલાએ રાજવર્ધન વાઘની પત્ની વિદિશા વાઘને ફેસબુક દ્વારા પોતાની ઓળખ વધાર્યા બાદ ભãકત અનેક વાર વિદિશા વાઘને મળવા ડૉમ્બિવલી જતી હતી. ૩ એપ્રિલે આરોપી ભãકત શિંદે વિદિશાને મળવા તેના ઘરે પહોંચી હતી પરંતુ તે વખતે પોતાની છોકરીને ઘરમાં એકલી મૂકીને વિદિશા કરિયાણું લેવા માટે બહાર ગઈ હતી એ સમયે ભãકતએ વિદિશાની છોકરીને પોતાની મમ્મીને બોલાવવા માટે ઘરની બહાર મોકલી હતી અને ઘરમાં કોઈ ના હોવાનો ફાયદો ઉપાડીને મોબાઈલ ફોન તેમ જ લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.

આ મુદ્દે વધુ માહિતી આપતાં માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઑફિસર નસીર કુલકર્ણીએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘આ ફરિયાદને આધારે જયારે અમે કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે નવી મુંબઈ તેમ જ અન્ય શહેરોમાં પણ ભãકત શિંદે નામની મહિલાનો ગુનો દાખલ થયો છે.

આ પણ વાંચો : મુંબઈ: હવે પરીક્ષામાં પ્રશ્નપત્રો નહીં માત્ર પ્રશ્નો જ લીક થાય છે!

આ મહિલા પોતે પોલીસ ઑફિસર છે અને પોતાનું ખોટું ઓળખપત્ર બતાવી લોકો પાસેથી પૈસા પડાવતી હોય છે તેવી રીતે વિદિશા વાઘને ફેસબુક પર ફ્રેન્ડ બનાવ્યા બાદ ૩ એપ્રિલે તેના ઘરેથી ૪૧,૦૦૦ રૂપિયા રોકડ, તેમ જ ઘરેણાં અને મોબાઈલની ચોરી કરી હતી, હાલમાં તે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને તેના પર ચોરીના ગુનાને મામલે અમે આગળની કાર્યવાહી કરી રહ્યાં છીએ.’

mumbai mumbai news