એપ્રિલમાં પડી ભાંગશે શિવસેના-NCPની સરકાર, જ્યોતિષે કરી ભવિષ્યવાણી

28 November, 2019 03:51 PM IST  |  Mumbai | Gaurav Sarkar

એપ્રિલમાં પડી ભાંગશે શિવસેના-NCPની સરકાર, જ્યોતિષે કરી ભવિષ્યવાણી

સુશીલ ચતુર્વેદીની ફાઈલ તસવીર

શિવસેના અને એનસીપી અને કોંગ્રેસના નવા ગઠબંધનનું નજીકનું ભવિષ્ય તો સારું દેખાઈ રહ્યું છે. પરંતુ વેદિક જ્યોતિષ સુશીલ ચતુર્વેદીના પ્રમાણે, ફેબ્રુઆરી 7 અને 28 એપ્રિલ વચ્ચેની આંતરિક લડાઈના કારણે સરકાર પડી ભાંગશે.

મિડ-ડે સાથે ફોન પર વાત કરતા સુશીલ ચતુર્વેદીએ આ ભવિષ્યવાણી ઉદ્ધવ ઠાકરેના શપથ લેવાના સમયને લઈને કહ્યું છે. તેમણે કહ્યું કે, "શપથગ્રહણ નવેમ્બર 28ના દિવસે 6.40 વાગ્યે થવાની છે."ભવિષ્યવાણી પ્રમાણે 6.40નો સમય અમંગળ છે. કારણ કે ત્યારે ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે આવશે.

ચતુર્વેદીએ ચેતવણી આપી કે, "આ સમયે જે ગ્રહોની સ્થિતિ છે કે ગઠબંધન માટે અનુકુળ નથી. એ સમયે વૃષભનો ઉદય થઈ રહ્યો છે. સાથે જ શનિ, શુક્ર અને ચંદ્ર આઠમાં ઘરમાં છે, જે મોતનું ઘર છે.વધુમા, મંગળ અને બુધ છઠ્ઠા ઘરમાં છે, જે દુશ્મનોનું ઘર છે. શપથગ્રહણના સમયે ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે આવે છે. આ ખૂબ જ ખરાબ છે. જે ગઠબંધનનો નાશ સૂચવે છે."

આ પણ વાંચોઃ ઉદ્ધવના શપથ પહેલા સુપ્રિયા સુળેએ બાળા સાહેબ ઠાકરને કર્યા યાદ

વધુમાં તેમણે ઉમેર્યું કે "7 ફેબ્રુઆરીથી 28 એપ્રિલ સુધીનો સમય એવો છે જ્યારે સૌથી વધુ ઘર્ષણ થશે. ગઠબંધન માટે આ સમય પડકારભર્યો રહેશે." સુશીલ ચતુર્વેદીની ભવિષ્યવાણી પ્રમાણે અંદરોઅંદરના ઝઘડાના કારણે શિવસેના અને એનસીપીનું ગઠબંધન તૂટી જશે. સાથે તેમણે કહ્યું કે, "સરકાર બનાવવા માટે તેમણે જે કર્યું તેનાથી તેઓ મોટા ભાગની બેઠકો ગુમાવશે." જ્યારે મિડ-ડેએ તેમના આ સમસ્યાના સમાધાન વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે, "(જો હું અહીં તેનું સમાધાન આપીશ તો)મને ફી કોણ આપશે?"

shiv sena nationalist congress party mumbai uddhav thackeray