કલ્યાણ-ડોમ્બિવલીમાં 900 સીસીટીવી કૅમેરા લગાડાશે

22 October, 2020 02:10 PM IST  |  Mumbai | Mumbai Correspondent

કલ્યાણ-ડોમ્બિવલીમાં 900 સીસીટીવી કૅમેરા લગાડાશે

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલી અને કલ્યાણને સ્માર્ટ સિટી કરાતાં કુલ એક હજારથી વધુ સિસીટીવી કૅમેરા લગાવવાનો પ્રસ્તાવ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી ૩૪ જગ્યાએ ૧૨૦ કૅમેરા લગાવવામાં આવ્યા છે. બીજા ૩૦૦ સ્થળે ૯૦૦ કેમેરા ફેબ્રુઆરી સુધીમાં લાગી જવાનું પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કૅમેરા લાગવાથી ડોમ્બિવલી અને કલ્યાણમાં થતા મોટા ગુનાઓ રોકી શકાશે.

કલ્યાણ-ડોમ્બિવલીમાં લાગતા સિસીટીવી કૅમેરાઓ કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી યોજના અંતર્ગત લાગી રહ્યા છે. જેમાં એક હજાર કરતાં વધુ કૅમેરા ડોમ્બિવલી અને કલ્યાણમાં આવેલા બસ સ્ટોપ, ૨૦ ટ્રાફિક સિગ્નલ્સ, શાળાની બહાર, માર્કેટ, મોટા ચોક જેવી જગ્યાએ લાગવાના છે. આ તમામ પર નજર રાખવા માટેનું મુખ્ય સેન્ટર કલ્યાણ- ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કરવામાં આવશે.

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન સ્માર્ટ સિટીના મુખ્ય અધિકારી સુરેન્દ્ર તેંગલે સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત તમામ વિસ્તારો પર અમારી નજર હશે. આ કૅમેરા લાગવાથી ચોરી તેમ જ મોટા ગુનોઓમાં પણ ઘટાડો થશે. ફેબ્રુઆરી મહિના સુધી તમામ વિસ્તારોમાં કૅમેરા લાગી ગયા હશે. જે કંપનીને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે તેઓ આવતાં પાંચ વર્ષ સુધી કૅમેરાઓની જાળવણી પણ રાખશે.

mumbai mumbai news kalyan dombivli