સૅલ્યુટ છે : 90 વર્ષના આ દાદીએ જીતી કોરોના સામેની જંગ

19 September, 2020 07:10 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

સૅલ્યુટ છે : 90 વર્ષના આ દાદીએ જીતી કોરોના સામેની જંગ

વિમળાબહેન શાહ

કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે કોરોના વાઇરસથી ડર્યા વિના માત આપી છે મલાડમાં રહેતાં ૯૦ વર્ષનાં વિમળાબહેન શાહે. જી હા, ૯૦ વર્ષનાં દાદીમાએ દહિસરની નવનીત હૉસ્પિટલમાં ૬ દિવસ સુધી સારવાર લીધી અને આજે બપોરે તેમને ડિસ્ચાર્જ મળશે. ડૉક્ટરના કહેવા મુજબ વિમળાબહેન શાહની રોગપ્રતિકારક શક્તિ ઘણી સારી હોવાથી તેઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં.

આ બાબતે નવનીત હૉસ્પિટલના ડૉ. સૂરજ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું કે વિમળાબહેન શાહને કોરોના-ઇનન્ફેક્શન હતું, પણ તેમની રોગપ્રતિકારક શક્તિ પણ સારી છે એમ કહી શકાય. જ્યારે હૉસ્પિટલમાં ઍડ્મિટ થયાં ત્યારે તેમનામાં જરાય ડર નહોતો. તેમનો ફીવર તો સાવ ગયો છે અને ધીમે-ધીમે તેમનું એપેટાઇટ ઠીક થઈ રહ્યું છે.

મારાં દાદી વિમળાબહેનને ડાયાબિટીઝ અને બીપીની તકલીફ છે. રવિવારે ફીવર જેવું લાગ્યું એટલે અમે તરત જ દાદીને હૉસ્પિટલ લઈ ગયા અને ડૉક્ટરની સલાહ મુજબ કોરોના-ટેસ્ટ કરાવી ત્યારે ખબર પડી કે દાદી કોરોના-સંક્રમિત છે એમ કહેતાં વિમળાબહેનના પૌત્ર મિહિર શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારા બિલ્ડિંગમાં ૧૫થી વધુ કોરોનાના કેસ મળી આવ્યા છે અને મારાં ભાભી કોરોના-સંક્રમિત થયાં એ પછી મારાં દાદી પણ કોરોનાનો ભોગ બન્યાં હતાં. જ્યારે ખબર પડી કે તેમને કોરોના થયો છે ત્યારે તેઓ જરાય ડર્યાં નહોતાં અને એકદમ નૉર્મલ રહ્યાં હતાં. હવે આજે બપોર સુધી મારાં દાદીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ મળી જશે.

mumbai mumbai news coronavirus covid19 lockdown malad urvi shah-mestry