અઠવાડિયાથી હૉસ્પિટલમાં હોવા છતાં ૮૧ વર્ષના કચ્છીએ મત આપ્યો

30 April, 2019 12:22 PM IST  |  મુંબઈ

અઠવાડિયાથી હૉસ્પિટલમાં હોવા છતાં ૮૧ વર્ષના કચ્છીએ મત આપ્યો

વોટ કરીને રાષ્ટ્રનર્મિાણમાં ભાગીદાર થવાની ખુમારીના કારણે સાત દિવસથી હૉસ્પિટલમાં ઍડમિટ અને ઑપરેશનના ટાંકા હજુ કાચા હોવા છતાં ૮૧ વર્ષના હીરાચંદભાઈ મોતાએ ગઈ કાલે ઍમ્બ્યુલન્સમાં આવીને બપોરે તેમની સાથે ૭૯ વર્ષના પત્ની વિજયા મોતા સાથે મુલુંડ-વેસ્ટના એક વોટિંગ બૂથ પર મતદાન કર્યું હતું. મૂળ કચ્છના અને મુલુંડના જવાહરલાલ નેહરુ રોડ પરના શ્રીરામ ઍપાર્ટમેન્ટમાં રહેતા હીરાચંદભાઈ મોતાએ મત આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સામાજિક કાર્યકર મહેશ ગૌર અને વિરલ શાહે એ માટે જવાબદારી લીધી હતી. એ વિશે ‘મિડ-ડે’ની સાથે વાત કરતાં વિરલ શાહે કહ્યું હતું કે ‘તેઓ પૂજા નર્સિંગ હોમમાં ઍડમિટ હતા અને તેમનું ઑપરેશન થોડા દિવસ પહેલાં થયું હતું, પરંતુ તેમને હજુ યુરિનની તકલીફ હતી અને તેમની સાથે યુરિનની કોથળી સાથે રાખવી પડતી હતી. આવી હાલતમાં અમે તેમને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે ઍમ્બ્યુલન્સ સહિતની તકેદારી રાખી હતી. બપોરે ૧.૩૦ વાગ્યે મતદાન કરવા ગૌશાળા મ્યુનિસિપલ સ્કૂલમાં મતદાન કરવા આવ્યા ત્યારે બૂથ પરના તમામ અધિકારી અને કર્મચારીએ સહયોગ આપી તેમની જરૂરી આઇડેન્ટિટી ચેક કરીને મતદાન માટે વ્યવસ્થા કરી આપી હતી. તેમની સાથે નાદુરસ્ત તબિયતના કારણે ચાલી નહીં શકતાં પત્ની વિજયાબહેન મોતાએ પણ મતદાન કરી તેમની

આ પણ વાંચોઃ ૧૦૭ વર્ષનાં ગુજરાતી બાનો મતદાન માટે અફલાતૂન ઉત્સાહ

ફરજ નિભાવી હતી. અમને એ વાતનો આનંદ છે કે આ ઉંમરના લોકો કોઈ પણ હાલત હોવા છતાં મતદાન કરવાનું ચૂકતા નથી એ તમામ અમારા જેવા યુવાનો માટે પ્રેરણાદાયી સંદેશ છે.’

news mumbai Election 2019