મુંબઈગરાને બંધ દરવાજાવાળી લોકલ પસંદ છે

05 November, 2020 07:22 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈગરાને બંધ દરવાજાવાળી લોકલ પસંદ છે

દાદર સ્ટેશન પર ટ્રેનમાં પૅસેન્જરો

સોશ્યલ મીડિયાના રોડ્સ ઑફ મુંબઈ નામના ટ્વિટર હૅન્ડલ પર મુસાફરોનો મત માગવામાં આવતાં તેમણે સુરક્ષિત મુસાફરી માટે ભીડને કાબૂમાં રાખવા બંધ દરવાજાની લોકલ ટ્રેન અને બસ પર પસંદગી ઢોળી હતી. ૩૦ ઑક્ટોબરથી ૩ નવેમ્બર દરમ્યાન હાથ ધરાયેલા આ સર્વેમાં કુલ ૬૪૬ મત પડ્યા હતા, જેમાંના ૮૧ ટકા જેટલા મત બંધ દરવાજાની લોકલ ટ્રેન અને બસને મળ્યા હતા, જ્યારે કે ૧૮ ટકા મત ખુલ્લા દરવાજાની લોકલ ટ્રેન અને બસને મળ્યા હતા.

૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં સામાન્ય લોકલ ટ્રેનને બંધ દરવાજા સાથે ચાર દિવસ માટે ટ્રાયલ રૂપે ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવાઈ હતી. એ વખતે તૈયાર કરાયેલા વેસ્ટર્ન રેલવેના રિપોર્ટ પ્રમાણે આવી ટ્રેનોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હતું.

mumbai mumbai news mumbai local train western railway dadar virar churchgate rajendra aklekar