મુંબઈઃ ૭૭ ટકા લીંબુપાણી પીવા માટે અયોગ્ય

05 April, 2019 07:52 AM IST  |  મુંબઈ | રૂપસા ચક્રબર્તી

મુંબઈઃ ૭૭ ટકા લીંબુપાણી પીવા માટે અયોગ્ય

લીંબુ પાણી રાહત નહીં આફત

ગરમીની મોસમમાં લીંબુપાણી લઈને ઠંડકનો અહેસાસ કરનારા મુંબઈગરા આ વર્ષે રેલવે-સ્ટેશન પરનાં લીંબુ શરબત કે અન્ય ઠંડાં પીણાંનો આસ્વાદ નહીં માણી શકે. અસ્વચ્છ વાતાવરણમાં બિનસ્વાસ્થ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવી રહેલા લીંબુપાણીનો વિડિયો વાઇરલ થયા પછી ગ્પ્ઘ્ના હેલ્થ ડિપાર્ટમેન્ટે શહેરનાં મહત્વનાં રેલવે-સ્ટેશનો પરના સ્ટૉલ સહિત કુલ ૨૨૨ જૂસ સ્ટૉલ તેમ જ ૨૩૬ શેરડીના રસના સ્ટોરનાં પીણાંનાં સૅમ્પલો તપાસ માટે લીધાં હતાં, જેમાંથી ૭૭ ટકા પીણાં આરોગ્યપ્રદ નહોતાં જણાયાં.

કલિંગર, સકરટેટી જેવાં રસદાર ફળોનું સેવન ગરમીમાં રાહત આપનારું હોય છે પણ રસ્તા પરના સ્ટૉલમાંથી ખાવાથી સ્વાસ્થ્યને લાભ કરતાં હાનિ વધુ પહોંચાડી ઊલટી અને ડાયેરિયા જેવી તકલીફો નોતરી શકે છે એમ જણાવતાં સાયન હૉસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર પલ્લવી ખરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ખુલ્લાં વેચાતાં સૅલડ અને ફળો ઈ-કોલાઇ અને સલ્મોનેલા બૅક્ટેરિયાના વાહક અને ખોરાકી ઝેરનું કારણ હોય છે.

આ પણ વાંચોઃ મુંબઈઃ કચ્છ વીસા ઓસવાળ સમાજની સ્પેશિયલ ચાઈલ્ડ પૂજાએ જીત્યો ગોલ્ડ મેડલ

ગ્પ્ઘ્ના હેલ્થ ડિપાર્ટમેન્ટે કરેલી તપાસમાં જણાયું હતું કે માર્ચ મહિનામાં ગ્પ્ઘ્એ ૧૫,૬૪૫ કિલોગ્રામ બરફ, ૩૮૩૮ કિલોગ્રામ ફળો અને લગભગ ૧૦,૦૦૦ લીટર જૂસ (શેરડીના રસ સહિત) ભેળસેળયુક્ત જણાતાં એનો નાશ કર્યો હતો. હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના મતે ફળો અને જૂસ બિનઆરોગ્યપ્રદ હોવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે મશીનનો ઉપયોગ ન કરતાં માણસો દ્વારા જૂસ તૈયાર કરાવવો, જૂસ માટેનાં ફળો કે સૅલડનાં શાકભાજી ધોવાં નહીં, ફળો કે શાકભાજી કાપવા માટે ગંદા ચપ્પુનો ઉપયોગ કરવો તેમ જ એમને સંગ્રહ કરવા કે એની હેરફેર કરવા અયોગ્ય પદ્ધતિ અપનાવવી.

 

 

mumbai news