શહેરની 6 સ્કૂલોને સિક્યૉરિટી વધારવાનું કહેવાયું

21 December, 2014 05:50 AM IST  | 

શહેરની 6 સ્કૂલોને સિક્યૉરિટી વધારવાનું કહેવાયું


એ સાથે જ પોલીસ-તંત્રે રાજ્યની તમામ સ્કૂલોમાં ટાઇમ બાઉન્ડ-સિક્યૉરિટી-ઑડિટ કરવાનું પણ આયોજન કર્યું છે. સ્કૂલોમાં સિક્યૉરિટીનાં પગલાં લેવા માટે રાજ્યનાં શહેરોના પોલીસ-કમિશનરો અને જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને સૂચના આપવામાં આવી છે.

૨૬/૧૧ના હુમલા પછી ઘડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર પ્રમાણે સ્કૂલોમાં સિક્યૉરિટીની વ્યવસ્થા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે બહાર પાડેલી સૂચનાના અનુસંધાનમાં આ સિક્યૉરિટી- ઑડિટ કરવાનું આયોજન કર્યું છે.