મુંબઈ : 10 ટકા પ્રવાસી 50 ટકા લોકલ ટ્રેન

14 October, 2020 07:51 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : 10 ટકા પ્રવાસી 50 ટકા લોકલ ટ્રેન

લોકલ ટ્રેન

વેસ્ટર્ન રેલવેમાં સામાન્ય સંજોગોમાં દરરોજ અંદાજે ૩૫ લાખ પ્રવાસીઓ માટે ૧૩૫૦ ટ્રેન-સર્વિસ દોડાવાય છે. કોવિડની આજની પરિસ્થિતિમાં ૧૫ પ્રકારની અસેન્શિયલ સર્વિસના ૩.૫ લાખ પ્રવાસીઓ માટે ૭૦૦ ટ્રેનો દોડાવાઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો માત્ર ૧૦ ટકા પ્રવાસીઓ માટે ૫૦ ટકા ટ્રેન-સર્વિસ ચાલી રહી છે.

ધીમે-ધીમે થઈ રહેલા અનલૉકના ભાગરૂપે વેસ્ટર્ન રેલવે ૧૫ કૅટેગરીના અસેન્શિયલ સેવાના કર્મચારીઓ માટે એની ક્ષમતાની ૫૦ ટકા એટલે ક ૭૦૦ ટ્રેન-સર્વિસ દોડાવવા માંડશે. જોકે અત્યારે જનરલ પબ્લિકને ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી નથી. વેસ્ટર્ન રેલવેની એસી લોકલ ટ્રેનો પણ શરૂ થઈ જશે.

લૉકડાઉન પહેલાં વેસ્ટર્ન રેલવે ૩૫ લાખ લોકો માટે 1350 ટ્રેનસેવા દોડાવતું હતું

mumbai mumbai news mumbai local train western railway central railway indian railways rajendra aklekar