કોરોનાથી વિદેશનાં આયોજનો રદ થતાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને 400 કરોડનો ફટકો

21 March, 2020 10:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોનાથી વિદેશનાં આયોજનો રદ થતાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને 400 કરોડનો ફટકો

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસના વધતા પ્રભાવનો સૌથી મોટો ફટકો ટૂ‌રિઝમ ઇન્ડસ્ટ્રીને થયો છે. ભારતની બહાર અને દેશ અંતર્ગત અનેક ટૂર્સનાં આયોજન રદ કરવાં પડ્યાં છે. આનાથી ટૂર્સ કંપનીઓને અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટૂર્સ કંપનીઓ નુકસાન‍ સામે કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂકશે.

આખા વિશ્વમાં કોરોના વાઇરસનો પ્રભાવ વધી રહ્યો છે. આ વાઇરસના પ્રભાવના લીધે દેશની બહાર આયોજિત કરવામાં આવેલાં તમામ આયોજનો રદ કરવામાં આવ્યાં છે. આની સીધી અસર ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર પડી છે. અમુક ટૂર્સ કંપનીઓએ ટૂર રદ કરી દીધી છે તો અમુક ટૂર્સ કંપનીઓએ તારીખને આગળ વધારી દીધી છે. ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોટેલો, ટ્રાવેલ એજન્ટ, પર્યટન સર્વિસવાળી કંપનીઓ, રેસ્ટોરાં, પારિવારિક મનોરંજન પાર્ક, ઐતિહાસિક સ્થળ, ક્રૂઝ, કૉર્પોરેટ પર્યટન અને સાહસિક પર્યટનને ભારે પ્રમાણમાં અસર થઈ છે.

mumbai mumbai news coronavirus covid19 travel news