Mumbai : આજે ઓલા કે ઉબર નહીં મળે

10 March, 2017 06:40 AM IST  | 

Mumbai : આજે ઓલા કે ઉબર નહીં મળે



આ ટોકન હડતાળ ઓલા અને ઉબરના મૅનેજમેન્ટ સામે ઍક્શન કમિટી ઑફ મહારાષ્ટ્રએ જાહેર કરી છે, કારણ કે આ બે કંપનીઓના ડ્રાઇવરોને લાગે છે કે કંપનીઓ તેમની માગણીઓની અવગણના કરી રહી છે અને બિઝનેસ સારો રહ્યો નથી.

ઍક્શન કમિટી ઑફ મહારાષ્ટ્રએ દાવો કર્યો છે કે મુંબઈમાં ૩૦,૦૦૦થી વધુ કૅબ્સ લગભગ ૭૦,૦૦૦ ડ્રાઇવરો શિફ્ટમાં દોડાવે છે.

ડ્રાઇવરોની એવી માગણી છે કે ટ્રિપ કૅન્સલ થવાથી ૫૦૦ રૂપિયાનો લેવામાં આવતો દંડ રદ કરો, ડ્રાઇવરોને મહિને ૧.૨૫ લાખ રૂપિયાની આવકનું વચન પાળો, વધારે કૅબ્સ દાખલ કરવાનું બંધ કરો, દરેક ડ્રાઇવરને એકસરખું ઇન્સેન્ટિવ આપો અને વાહનોના ઉત્પાદકો સાથે સહયોગ કરવાનું બંધ કરો.