મુંબઈગરાના 24 કલાક પાણીના સપના પર પાણી ફરી વળ્યું?

07 January, 2020 11:37 AM IST  |  Mumbai

મુંબઈગરાના 24 કલાક પાણીના સપના પર પાણી ફરી વળ્યું?

ફાઈલ ફોટો

દેશની આર્થિક રાજધાની અને આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર, એમાં પણ સૌથી મોટી ધનવાન મહાનગરપાલિકાની ઓળખ ધરાવે છે મુંબઈ શહેર; પણ આ જ મુંબઈ શહેરમાં અનેક ઠેકાણે આજે પણ પાણીકાપનો પ્રશ્ન ગંભીર હોવાનું દેખાઈ રહ્યું છે. શિવસેનાના સત્તાધિકારીઓએ મુંબઈગરાને આખા મુંબઈમાં ૨૪ કલાક પાણી ઉપલબ્ધ કરાવી આપવાનું સપનું દેખાડ્યું હતું, પણ એ સપનું અનેક ઠેકાણે પાણીકાપને કારણે પાણીમાં જ ફેરવાઈ ગયું છે.

એનું કારણ એ છે કે મુંબઈમાં ૨૪ કલાક પાણી ઉપલબ્ધ કરાવી આપવું અશક્ય છે એવી સ્પષ્ટ કબૂલાત પાલિકા પ્રશાસને કરી છે. મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો અને પાણીનો જથ્થો વધે તો જ શહેરને પાણી પુરવઠો ૨૪ કલાક પૂરો પાડી શકાય એમ છે એવું મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું.

હાલમાં મુંબઈને દિવસે ૩૭૫૦ મિલ્યન લીટર પાણી પુરવઠો આપવામાં આવે છે. જો મુંબઈને વર્ષ આખું પાણી આપવાનું હોય તો ૧૪.૩૭ લાખ મિલ્યન લીટર પાણીનો જથ્થો હોવો જરૂરી હોઈ આટલો જ જથ્થો જળાશયોમાં હોય છે. આને કારણે ૨૪ કલાક પાણી પુરવઠો કરવા માટે જળાશયોની અને પાણીના જથ્થાની સંખ્યા વધારવાની જરૂર છે. આમ થશે તો જ ૨૪ કલાક પાણીનું મુંબઈગરાનું સપનું પૂરું થશે.

આ પણ વાંચો : ભુજ એક્સપ્રેસની મહિલા પ્રવાસીની હત્યાનો આરોપી ઝડપાયો

દરમ્યાન બાંદરા અને મુલુંડમાં ૨૪ કલાક પાણી પુરવઠો કરવા માટેનો પાઇલટ પ્રોજેક્ટ મહાનગરપાલિકાએ શરૂ કર્યો હતો, પણ છેલ્લાં અમુક વર્ષથી ૨૪ કલાક પાણી પુરવઠો કરનારા વિભાગમાં વધારો થયો નથી. ૨૪ કલાક પાણી પુરવઠો કરનારા વિભાગમાં નવા વર્ષે વધારો થશે કે કેમ એના પર વધારો કરવો હાલમાં અશક્ય હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું. આથી ૨૪ કલાક પાણી પુરવઠો ઉપલબ્ધ થાય એના માટે મુંબઈગરાએ હજી ઘણો સમય રાહ જોવી પડે એમ છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation