Covid-19 નિયમનો ભંગ કરતા બે પ્રાઈવેટ હૉસ્પિટલને એક લાખનો દંડ

27 September, 2020 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Covid-19 નિયમનો ભંગ કરતા બે પ્રાઈવેટ હૉસ્પિટલને એક લાખનો દંડ

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19ના અધિકૃત નિયમો વિના દરદીઓની સારવાર કરતા નવી મુંબઈની બે પ્રાઈવેટ હૉસ્પિટલને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે.

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)ના પ્રવક્તા મહેન્દ્ર કોન્ડેએ કહ્યું કે, એરોલીની ક્રિતી કૅર આઈસીયુ એન્ડ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ અને વાશીની ગ્લોબલ 5 સ્ટાર કૅર (કુન્નુર હૉસ્પિટલ)ને શો-કોઝ (કારણ બતાવો) નોટિસ 19 સપ્ટેમ્બરે ફટકારી હતી. જોકે આ બંને હૉસ્પિટલે સમયમર્યાદામાં જવાબ આપ્યો નહોતો.

આ વાતની ગંભીરતાને જોતા એનએમએમસી કમિશનર અભિજીત ભાંગરે બંને હૉસ્પિટલને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો. આદેશમાં કમિશનરે કહ્યું કે, ઓથોરાઈઝેશન વિના કોવિડ-19 દરદીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેથી પાલિકાએ કાયદા અને ગાઈડલાઈન્સના ઉલ્લંઘન બદલ આ નિર્ણય લીધો છે.

હૉસ્પિટલને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોવિડ-19 દરદીઓને આગામી આદેશ સુધી ભરતી ન કરવાનું જણાવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને મહારાષ્ટ્ર સરકારના પ્રોટોકોલ અને ગાઈડલાઈન્સ અંતર્ગત કોવિડ-19 દરદીઓની સારવાર કરવાની હોય છે, એમ પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. 

navi mumbai covid19 coronavirus