૧૫ DCP પર આખા શહેરની જવાબદારી

07 November, 2014 05:40 AM IST  | 

૧૫ DCP પર આખા શહેરની જવાબદારી


મુંબઈ પોલીસ ટૂંક સમયમાં જ એક મેજર રીશફલનો પ્રસ્તાવ સબમિટ કરશે. આ પ્રસ્તાવ મુજબ ૧૫ DCP પર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આવશે. ક્રાઇમ-રેટને અંકુશમાં રાખવા અને સિનિયર ઑફિસરો પોતાની હદમાં આવતાં પોલીસ-સ્ટેશનોમાં રોજ વિઝિટ કરી શકે એ માટે પોલીસે પૉપ્યુલેશન મુજબ વિભાગ પાડ્યા છે.

ડૉ. સત્યપાલ સિંહ જ્યારે મુંબઈના પોલીસ-કમિશનર હતા ત્યારે તેમણે શક્તિ મિલ્સના રેપની ઘટના પછી ટ્રાફિક વિભાગના DCP પ્રતાપ દિઘાવકરના અન્ડરમાં એક કમિટી અપૉઇન્ટ કરી હતી. પ્રતાપ દિઘાવકરે આ બાબતે કહ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું હતું કે અમુક DCP અને ACP વચ્ચે અસમાન પ્રમાણમાં પોલીસ-સ્ટેશનોની વહેંચણી કરવામાં આવી હતી. અમુક DCP હેઠળ ૧૦ પોલીસ-સ્ટેશન હતાં જ્યારે અમુક હેઠળ ૭ અને અમુક પોલીસ-સ્ટેશનો Dઘ્ભ્ની ઑફિસથી ઘણાં દૂર આવ્યાં હોવાથી તેમના માટે રોજ એ પોલીસ-સ્ટેશનોની મુલાકાત લેવાનું મુશ્કેલ થઈ જતું હતું.’

પાછું પોલીસે એ પણ જોયું હતું કે પૉપ્યુલેશનમાં પણ ઘણો બદલાવ આવ્યો હતો અને અમુક પોલીસ-સ્ટેશનોમાં ગુનાના દરમાં પણ વધારો નોંધાયો હતો, પરંતુ DCP પોલીસ-સ્ટેશનોમાં પોતાના કાર્યને પહોંચી નહોતા વળતા. પ્રતાપ દિઘાવકરે આ બાબતે કહ્યું હતું કે ‘નવા પ્રસ્તાવ મુજબ ACPની પોઝિશન પણ બદલાશે અને તેમના અન્ડરમાં ચાર પોલીસ-સ્ટેશન આવવાથી તેઓ નિયમિત રીતે પોલીસ-સ્ટેશનોમાં વિઝિટ કરી શકશે.’

અત્યારે શહેરમાં ૯૨ પોલીસ-સ્ટેશન છે અને ૧૩ DCP છે. નવા પ્રસ્તાવ મુજબ બે DSPનો વધારો થશે અને કુલ સંખ્યા ૧૫ થશે. એવી જ રીતે શહેરમાં ACPની સંખ્યા વધીને ૪૫ થશે. શહેરમાં અત્યારે ACPની સંખ્યા ૩૯ છે. મુંબઈ પોલીસના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે સુપરવિઝનમાં વધારો થતાં શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવાનું પણ સહેલું થશે.

અત્યારે આ પ્રપોઝલ જૉઇન્ટ પોલીસ-કમિશનરને મોકલવામાં આવી છે અને તેમના મારફત વહીવટી તંત્રની પરવાનગી અને અલૉટમેન્ટ માટે સરકાર પાસે મોકલવામાં આવશે.