ગુમ થયેલા તરુણ ગુપ્તાને શોધવા તેના પપ્પાએ બે લાખનું ઇનામ જાહેર કર્યું

23 January, 2020 10:52 AM IST  |  Mumbai | Gaurav Sarkar

ગુમ થયેલા તરુણ ગુપ્તાને શોધવા તેના પપ્પાએ બે લાખનું ઇનામ જાહેર કર્યું

તરુણ ગુપ્તા

દક્ષિણ મુંબઈના કોલાબાના ઘરેથી ગુમ થયેલા ઑટિસ્ટિક ટીનેજરના સગડ આપનાર કે શોધવામાં મદદ કરનારને બે લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત તેના પિતા વિનોદ ગુપ્તાએ કરી છે. ૧૧૦ દિવસ પહેલાં ગુમ થયેલા ૧૭ વર્ષના તરુણ ગુપ્તાનો હજી સુધી કોઈ પત્તો મળ્યો નથી. ચાર દિવસથી વિનોદ ગુપ્તા અને તેમના ૧૫ મિત્રો પાંચ ટીમો બનાવીને દસ-પંદર દિવસથી તરુણને શોધવા માટે મહારાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. ગુમ થયેલા છોકરાના પિતા વિનોદ પોતે એક ટીમ સાથે ગઈ કાલે નાશિક ગયા અને આજે પાછા આવશે. ઇનામની રકમના ઉલ્લેખ સાથે તરુણ ગુમ થયો હોવાનાં ૨૦,૦૦૦ પોસ્ટર્સ છપાવવામાં આવ્યાં છે. તરુણ ગુપ્તા ૧ ઑક્ટોબરે કોલાબના ઘર પાસેથી ગુમ થયો હતો અને છેલ્લે તે સાવંતવાડી રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો.

એનસીપીનાં નેતા સુપ્રિયા સુળેએ ગઈ ત્રીજી ડિસેમ્બરે લોકસભામાં તરુણ ગુમ થયાના કેસનો ઉલ્લેખ કર્યા પછી ગૃહપ્રધાને આ કેસને ‘ઉચ્ચ પ્રાધાન્ય’ આપવાનો આદેશ મહારાષ્ટ્રના પોલીસ મહાનિયામકને આપ્યો હતો. એ સંદર્ભે વિનોદ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘તરણને શોધવાના કામને જો કોઈ પણ પ્રકારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોત તો અત્યાર સુધીમાં છોકરો મળી ગયો હોત, પરંતુ હકીકત એ છે કે તરુણને શોધવા માટે અનેક વચનો અપાયાં અને મુંબઈ પોલીસ તથા રેલવે પ્રોટેક્શન ફોર્સે તેમની ટીમ કામે લગાડી હોવા છતાં તરુણ હજી ઘરે આવ્યો નથી એટલે મેં અન્યો પર આધાર રાખવાનું છોડીને મારી જાતે પ્રયાસ શરૂ કર્યા છે. કોઈ પણ સંજોગોમાં હું મારા દીકરાને પખવાડિયામાં ઘરે પાછો લાવીશ. અમે છપાવેલાં પોસ્ટર્સ શહેરમાં પ્રવેશતાં અને બહાર જતાં દરેક વાહન પર ચોંટાડીશું. મારા નાશિકના પ્રવાસ દરમ્યાન રેલવે-સ્ટેશન્સ પર પોસ્ટર્સ ચોંટાડીશું. નાશિક પછી પુણે અને પછી ગુજરાતના પ્રવાસમાં પણ એ રીતે શોધ ચલાવીશું. મને લાગે છે કે પોસ્ટર્સ અને સ્ટિકરની મદદથી અમે તરુણને શોધી કાઢીશું.’

આ પણ વાંચો : મુંબઈ ક્રાઈમ: કાંદિવલીની જ્વેલરી શૉપમાં દિનદહાડે લૂંટ

વિનોદ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘તરુણને હાનિ પહોંચવાની આશંકાથી અમે અગાઉ ઇનામ જાહેર કર્યું નહોતું, પરંતુ હવે મને એવું લાગે છે કે ફક્ત ઇનામ જાહેર કરીને દીકરાને પાછો મેળવી શકાશે. અમને જાહેર જનતાની મદદની જરૂર છે. કદાચ રાહદારીઓ તથા અન્યો તરુણના ફોટોગ્રાફ્સ કે તેને જોયો હોવાની માહિતી-ખબરો આપી શકશે. તરુણને શોધવામાં મદદ કરવા માટે મારા મિત્રોએ તેમના નોકરી-ધંધામાં ૧૫ દિવસની રજા લીધી છે.

colaba mumbai news gaurav sarkar