લૅપ્ટોસ્પાયરોસિસથી 20 દિવસમાં 10નાં મૃત્યુ

22 November, 2020 07:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

લૅપ્ટોસ્પાયરોસિસથી 20 દિવસમાં 10નાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીના સંકટ સામે લડત ચાલી રહી છે એવામાં કોરોના વચ્ચે લૅપ્ટોસ્પાયરોસિસનું પણ સંકટ સામે આવ્યું છે. શહાપુર તાલુકામાં સાપગામમાં ફક્ત ૨૦ દિવસની અંદર લૅપ્ટોસ્પાયરોસિસના કારણે ૧૦ જણનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે થાણે જિલ્લા પરિષદના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ રેઘેનું મૃત્યુ પણ લૅપ્ટોસ્પાયરોસિસને કારણે થયું હોવાની શક્યતા છે.

૨૦ દિવસની અંદર થયેલા લૅપ્ટોસ્પાયરોસિસના આતંકને ચાલકે ગ્રામસ્થ પર ડેન્ગી, મલેરિયા અને લૅપ્ટોસ્પાયરોસિસની સારવાર શરૂ કરવામાં આવી છે. શહાપુર તાલુકાના સાપગામમાં આશરે ત્રણ હજારની આસપાસ વસ્તી છે. ફક્ત ૨૦ દિવસની અંદર ૧૦ જણનાં મૃત્યુ થતાં રહેવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. ગઈ કાલે આરોગ્ય સમિતિના સભાપતિ કુંદન પાટીલ સહિત અન્ય દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી તેમ જ ગ્રામસ્થની મેડિકલ ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. જેમાં ડેન્ગીની તુલનામાં લૅપ્ટોસ્પાયરોસિસનાં લક્ષણો વધુ દેખાઈ આવ્યાં છે એથી તાત્કાલિક ધોરણે આરોગ્ય શિબિર શરૂ કરીને ગ્રામસ્થ પર યુદ્વના સ્તરે ઉપચાર શરૂ કરાયા છે.

mumbai mumbai news coronavirus covid19