પાંચ વર્ષથી સારવાર લઈ રહેલા મુલુંડના ગુજરાતી યુવાનની મદદની અપીલ

10 November, 2012 08:15 AM IST  | 

પાંચ વર્ષથી સારવાર લઈ રહેલા મુલુંડના ગુજરાતી યુવાનની મદદની અપીલ




સતત પલંગ પર રહેવાને કારણે તેની પીઠમાં ચાઠાં પડી ગયાં છે જેને કારણે થાપાની નીચેના ભાગમાં ખાડો પડી ગયો છે એટલે એની સર્જરી કરવી પડશે એમ સાંઈ હૉસ્પિટલ ઍન્ડ આઇસીયુના ડૉક્ટર પ્રદીપ ત્રિપાઠીએ જણાવ્યું છે. સર્જરીનો ખર્ચ ૬૦,૦૦૦ રૂપિયા છે. સર્જરી પછી પણ તેણે દવાઓ લેવી પડે એમ છે. તેના મધ્યમવર્ગીય પિતા પહેલાં મુલુંડની જ દુકાનમાં સર્વિસ કરતા હતા, પણ વિકીની પાછળ સતત સમય આપવાને લીધે તેમની એ જૉબ છૂટી ગઈ છે અને હવે તેમણે રાતની સિક્યૉરિટી ગાર્ડની ડ્યુટી સ્વીકારી લીધી છે જેમાં તેમના કુટુંબનું માંડ ભરણપોષણ થાય છે એટલે વિકીની સારવાર માટે આર્થિક સહાયની જરૂર છે.

‘મિડ-ડે’ના વાચકો તેમને સહાય કરવા માગતા હોય તો દિલીપ જોશીનો ૯૮૧૯૪૫૨૬૯૩  નંબર પર સંપર્ક કરી શકે છે.

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ