મુલુંડમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓની ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા

25 October, 2011 07:21 PM IST  | 

મુલુંડમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓની ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા

 

આ અભિયાનના ભાગરૂપે રવિવારે પ્રદૂષણના રાક્ષસની વેશભૂષામાં સજ્જ થઈને નીકળેલા સ્વયંસેવકોએ લોકોને ફટાકડા મુક્ત દિવાળી ઊજવવાની અપીલ લોકોને કરી હતી. આ અભિયાનના ભાગરૂપે મુલુંડની વિવિધ સ્કૂલ અને કૉલેજોમાં હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં ૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીએ પ્રદૂષણમુક્ત દિવાળી ઊજવવા માટે ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. તરુણ ફાઉન્ડેશનના સ્થાપક આદિત્ય મુદગુલે કહ્યું હતું કે આને કારણે લોકોના ૬૪ લાખ રૂપિયાની બચત થશે અને તેઓ તેને સારે માર્ગે વાપરી શકશે.