એમએસઆરટીસીની બસો ૧૦૦ ટકાની ક્ષમતા સાથે દોડશે

18 September, 2020 09:12 AM IST  |  Mumbai | Agencies

એમએસઆરટીસીની બસો ૧૦૦ ટકાની ક્ષમતા સાથે દોડશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસારટીસી) આજથી વર્તમાન ૫૦ ટકાના સ્થાને ૧૦૦ ટકા પૅસેન્જરની ક્ષમતા સાથે બસ ચલાવશે એમ ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું.
હાલમાં કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખીને એમએસઆરટીસી અડધી પૅસેન્જર ક્ષમતાએ બસ ચલાવી રહી છે.
રાજ્ય સરકારે અમને ૫૦ ટકાના સ્થાને ૧૦૦ ટકા ક્ષમતા સાથે બસ ચલાવવાની મંજૂરી આપી છે એમ જણાવતાં ગઈ કાલે એમએસઆરટીસીના વાઇસ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શેખર ચન્નેએ વધુમાં ઉમેર્યું હતું કે મુસાફરોએ જોકે માસ્ક પહેરવા તેમ જ સૅનિટાઇઝર્સના ઉપયોગ જેવા કોવિડ-19 પ્રોટોકૉલનું પાલન કરવાનું રહેશે.
લૉકડાઉન હળવું બનાવાતાં એમએસઆરટીસીએ ૨૦ ઑગસ્ટથી આંતરરાજ્ય સર્વિસ શરૂ કરી દીધી છે.
હાલમાં એમએસઆરટીસી ૫૦૦૦ બસ ચલાવીને રોજના ૫.૫ લાખ મુસાફરોનું વહન કરે છે. ૧૮,૦૦૦ બસના કાફલા સાથે એમએસઆરટીસી દેશની સૌથી મોટી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનમાંનું એક છે.

mumbai mumbai news