મહાવિતરણે વધાર્યા ઇલેક્ટ્રિસિટીના ભાવ

15 August, 2026 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦૦ યુનિટ વાપરનારા ગ્રાહકોએ અંદાજે ૧૦૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ના મુલુંડ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી અને બાકીના મહારાષ્ટ્રના વીજગ્રાહકોએ ઇલેક્ટ્રિસિટી માટે વધુ ચુકવણી કરવી પડશે કારણ કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)એ એના દરમાં વધારો કર્યો છે. આ વધારો પ્રતિ યુનિટ ૨૦ પૈસાથી પંચાવન પૈસા સુધીનો ફ્યુઅલ ઍડ્જસ્ટમેન્ટ ચાર્જ (FAC) છે.

નવા ટૅરિફ-માળખા હેઠળ દર મહિને ૩૦૦ યુનિટ વીજળીનો ઉપયોગ કરતા રેસિડેન્શિયલ કન્ઝ્યુમરનું માસિક બિલ ૧૦૫ રૂપિયા વધશે અને ૫૦૦ યુનિટ માટે એ ૨૫૦ રૂપિયા વધશે. સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝે પણ વધુ ચુકવણી કરવી પડશે. તેમણે પ્રતિ યુનિટ પચીસથી ૩૫ પૈસા વધુ ચૂકવવા પડશે. કમર્શિયલ દુકાનો, મૉલ અને અન્ય કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ માટે એમના વપરાશ મુજબ પ્રતિ યુનિટ ૩૫થી ૬૦ પૈસા ભાવવધારો કરવામાં આવ્યો છે.

MSEDCLના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કંપનીએ વીજળી ખરીદવા માટે અંદાજ કરતાં વધુ ખર્ચ કર્યો હતો. આ રકમ FAC દ્વારા વસૂલ કરવામાં આવી રહી છે. એ મુજબ પ્રતિ યુનિટ ઍવરેજ ૩૦ પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા છે.’

mumbai metropolitan region mmr mumbai mumbai news maharashtra news maharashtra