મુંબઈમાં મોબાઇલ ફોન કેમ કટ થઈ જાય છે?

27 July, 2015 03:33 AM IST  | 

મુંબઈમાં મોબાઇલ ફોન કેમ કટ થઈ જાય છે?




મોબાઇલ નેટવર્કના મુંબઈ સર્કલના અનેક વિસ્તારોમાં રેન્જની સમસ્યા ઊભી થઈ રહી છે. છેલ્લા છ મહિનામાં આ સર્કલની સર્વિસ-પ્રોવાઇડર કંપનીઓના ૮૦૧ ટાવર્સની સર્વિસ ડિસકનેક્ટ કરવામાં આવી છે. એથી કૉલ ડ્રૉપ થવો, સમયસર સંદેશો ન મળવો વગેરે પ્રકારની ફરિયાદો વધી ગઈ છે.

મોબાઇલ-ટાવરને કારણે થતો કિરણોત્સર્ગ આરોગ્યને નુકસાનકારક હોવાની અને કૅન્સર જેવી બીમારીઓ થઈ શકે એમ હોવાનું તબીબી નિરીક્ષણ જાણીતું બન્યા બાદ સોસાયટીઓ પર મોબાઇલ-ટાવર રાખવાની પરવાનગી આપનારાઓની સંખ્યા ઘટવા માંડી છે. શહેરમાં કેટલાક હજાર ટાવર્સ પરવાનગીના રીન્યુઅલની રાહ જોઈ રહ્યા છે. અનેક ટાવર્સની સર્વિસ ડિસકનેક્ટ કરવામાં આવી છે.

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ જૂન મહિનામાં બે દિવસ મુંબઈ સર્કલની સર્વિસ પ્રોવાઇડર કંપનીઓનું સર્વેક્ષણ કર્યું હતું. એના રિપોર્ટમાં કૉલ ડ્રૉપ અને ટાવરની ઘટતી સંખ્યા જેવી બાબતો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ટાવરના કિરણોત્સર્ગ બાબતે લોકોનાં મનમાં જોખમની ભાવના હોવાથી અનેક સોસાયટીઓ ટાવર નાખવાની પરવાનગી આપતી નથી. ઉપરાંત જે સોસાયટીઓમાં ટાવર હોય એ સોસાયટીઓ નવા ઍગ્રીમેન્ટનો ઇનકાર કરે છે. એથી મુંબઈ સર્કલમાં ૮૦૧ ટાવર્સની સર્વિસ ડિસકનેક્ટ કરવામાં આવી છે. એ આંકડાવારી દિલ્હી સર્કલમાં ૫૨૩ની છે.

સર્વિસ ડિસકનેક્ટ કરેવામાં આવેલા ટાવર્સ

ઍરસેલ  ૧૦૩

ઍરટેલ ૧૨૮

આઇડિયા   ૨૩૧

રિલાયન્સ ૩૮

TTSL ૨૪૯

વોડાફોન ૩૮

MTNL ૧૪

કુલ  ૮૦૧