વિશેષ સેવા: પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવે દોડાવશે 150 વધુ લોકલ ટ્રેનો

19 September, 2020 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિશેષ સેવા: પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવે દોડાવશે 150 વધુ લોકલ ટ્રેનો

મુંબઇ લોકલ ટ્રેન (ફાઇલ ફોટો)

પશ્ચિમ રેલવે (Western railway) મુંબઇની લોકલ (Mumbai Local Train)ટ્રેનમાં પ્રવાસ કરનારા વિશેષ ખાસ સેવાઓના પ્રવાસીઓ માટે 150 વધારે લોકલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો સોમવારે સવારથી શરૂ થઈ જશે. જેમાં 59 ટ્રેનો ભીડના સમયે દોડાવવામાં આવશે જેથી પ્રવાસીઓને થોડી રાહત મળી શકે અને સોશિયલ (Social Distancing) ડિસ્ટેન્સિંગનું પાલન પણ થઈ શકે. હાલ પશ્ચિમ રેલવે વિશેષ સેવાના મુસાફરો માટે પહેલાથી જ 350 લોકલ ટ્રેન એક દિવસમાં દોડાવે છે. સોમવારથી આ સંખ્યા કુલ 500 લોકલ ટ્રેન દોડાવવામાં આવશે.

મધ્ય રેલવે તરફથી હાલ દોડી રહી છે 355 લોકલ ટ્રેન
તો મધ્ય રેલવેની 355 લોકલ ટ્રેનની સેવા લોકોને મળી રહી છે જેની મદદથી પ્રવાસીઓ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી રહ્યા છે. ભવિષ્યમાં લોકોની જરૂરિયાત અને સરકારના આદેશ પછી મધ્ય રેલ પોતાની સેવાઓ વધારી પણ શકે છે.

સામાન્ય જનતા માટે પણ લોકલ શરૂ થાય
છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય જનતાને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ મળે તે માટે પરવાનગીની માગ થઈ રહી છે. બસમાં ખૂબ જ ભીડ થાય છે અને તેની માટે કલાકો સુધી રાહ પણ જોવી પડે છે. આ માટે સામાન્ય જનતાને પણ પ્રવાસની મંજૂરી મળે તેની માટે માગ થઈ રહી છે.

રાજનૈતિક દળોએ આપી આંદોલનની ચેતવણી
મુંબઇ લોકલ ટ્રેન ફરી સામાન્ય રીતે શરૂ થાય તે માટે રાજનૈતિક દળોએ પણ આંદોલનની ચેતવણી આપવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ મનસેના મુખ્યમંત્રીએ પ્રશ્ન કર્યો હતો કે શું ફક્ત લોકલ ટ્રેન દ્વારા જ કોરોના થશે? હકીકતે મનસે નેતા સંદીપ દેશપાંડેએ બસમાં થતી ભીડની તસવીર ટ્વિટર પર શૅર કરી હતી. જેમાં કોઇપણ પ્રકારના સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થયું નહોતું.

બહુજન વિકાસ આઘાડીએ લખ્યો રેલમંત્રીને પત્ર
મહારાષ્ટ્રની બહુજન વિકાસ આઘાડીના એમએલએ ક્ષિતિજ ઠાકુરે પણ પિયૂષ ગોયલને પત્ર લખીને સામાન્ય જનતાને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવા માટે અરજી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે જે લોકો બસથી ઑફિસ જઈ રહ્યા છે તેમની શક્તિ અને સમય બન્ને વેસ્ટ થઈ રહ્યા છે.

mumbai mumbai news mumbai local train