સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑક્ટોબરથી ૧૫ ડબ્બાની ટ્રેનસર્વિસ

05 October, 2012 04:58 AM IST  | 

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑક્ટોબરથી ૧૫ ડબ્બાની ટ્રેનસર્વિસ

જ્યારે ૮ સર્વિસ ૧૨ ડબ્બાના સ્થાને ૧૫ ડબ્બાની કરવામાં આવી રહી છે. આ ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે અને બન્ને દિશામાં ભાયખલા, દાદર, કુર્લા, ઘાટકોપર, મુલુંડ, થાણે, ડોમ્બિવલી અને કલ્યાણ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનો શરૂ થવાથી મેઇન લાઇન પર સર્વિસોની સંખ્યા ૭૮૫થી વધીને ૮૦૩ થશે. ફાસ્ટ સર્વિસિસની સંખ્યા પણ ૨૦૬થી વધીને ૨૩૩ થશે. આ સિવાય સેન્ટ્રલ રેલવે થાણેથી અંબરનાથ અને બદલાપુર માટે એક-એક અને કુર્લાથી ટિટવાલા માટે એક સર્વિસ શરૂ કરવાની છે.

૧૨ ડબ્બામાંથી ૧૫ ડબ્બામાં કન્વર્ટ થનારી ૮ ટ્રેનસર્વિસ સીએસટીથી કલ્યાણ સવારે ૮.૨૮ અને બપોરે ૧.૦૦ વાગ્યે, દાદરથી કલ્યાણ સવારે ૧૦.૪૫ અને સાંજે ૫.૨૯ વાગ્યે તેમ જ કલ્યાણથી સીએસટી સવારે ૭.૧૪, બપોરે ૨.૦૯, સાંજે ૪.૨૮ અને ૬.૨૪ વાગ્યે દોડશે.

૧૫ ડબ્બાની ૮ નવીસર્વિસ સીએસટીથી કલ્યાણ માટે સવારે ૬.૦૦, બપોરે ૩.૧૭, રાત્રે ૮.૧૦ અને ૯.૫૪ વાગ્યે; કલ્યાણથી સવારે ૯.૫૦ વાગ્યે; દાદર તેમ જ કલ્યાણથી સીએસટી માટે સવારે ૧૧.૪૮, રાત્રે ૮.૪૬ અને ૧૧.૦૫ વાગ્યે દોડશે.

 સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ