ગ્રીન પનવેલ-ખારઘર વિસ્તારમાં હવામાં વધુ પ્રદૂષણ

21 December, 2020 08:24 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ગ્રીન પનવેલ-ખારઘર વિસ્તારમાં હવામાં વધુ પ્રદૂષણ

આરોગ્યની સમસ્યાઓ ઉપરાંત પીએમ ૨.૫ વાતાવરણમાં ધુમ્મસ પેદા કરી શકે છે અને આજુબાજુમાં દૃશ્યતા ઘટાડે છે.

ખારઘર-પનવેલના સુનિયોજિત હરિયાળા પટ્ટા પર રહેવાસીઓને સવારના કલાકોમાં શુદ્ધ હવા મળી રહી હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. જોકે આ વિસ્તારમાંથી એકત્રિત કરાયેલા ઍર-ક્વૉલિટીના ડેટા પરથી જાણવા મળ્યું છે કે દિવસના અન્ય સમય દરમ્યાન આ વિસ્તારની હવામાં પ્રદૂષણની માત્રા નિર્દિષ્ટ કે માન્ય પ્રમાણ કરતાં વધુ હોય છે.
ઓછા ખર્ચના મૉનિટરની મદદથી વાતાવરણ ફાઉન્ડેશન નામના એનજીઓએ ૧૪ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર દરમ્યાન એમઆઇડીસી તળોજા, સેક્ટર-૧૩ (પનવેલ), સેક્ટર ૩૬ (ખારઘર), નવાદે-તલોજા અને સેક્ટર-7 (ખારઘર) વિસ્તારમાં સવારે ૬ વાગ્યાથી બે કલાકના સમયગાળા માટે પાર્ટિક્યુલેટ મૅટર કે પીએમ ૨.૫ ટ્રૅક કરવામાં આવ્યું હતું.
પીએમ ૨.૫-એ વાયુ પ્રદૂષકોમાં સૌથી સારું સ્તર મનાય છે, જે શ્વસન સંબંધી બીમારીઓનું કારણ બની શકે છે. આ પીએમ સ્મોગને ટ્રિગર કરી શકે છે તેમ જ વાતાવરણમાં દૃશ્યતા પણ ઓછી કરી શકે છે.
એનજીઓ વાતાવરણના સ્થાપક ભગવાન કેશભટે કહ્યું હતું કે આ અભ્યાસ હવાની ગુણવત્તાને સમજવાના હેતુથી કરવામાં આવ્યું હતું. ખારઘર-પનવેલ-તલોજાના વિસ્તારના લોકો રોજ શ્વાસમાં પ્રદૂષિત હવા લે છે અને રાજ્ય સરકાર તેમને શુદ્ધ હવા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે એ ધ્યાન પર લાવવાનો એક પ્રયાસ છે.
ખારઘરના રહેવાસી ભગવાન કેસભટ જણાવે છે કે સવારના સમયમાં હવાની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે. સવારે લગભગ ૭ વાગ્યે પીએમ ૨.૫નું સરેરાશ સ્તર ૧૪૧.૩ જેટલું હોય છે. પાંચ વિસ્તારના રહેવાસીઓ દિવસના લગભગ ૧૭ કલાક પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે.
એનજીઓએ તેનાં આ તારણો પનવેલ મ્યુનિસિપલ કમિશનરને, ચૂંટાઈ આવેલા સ્થાનિક પ્રતિનિધિઓને તેમ જ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મોકલ્યાં હતાં. આ સાથે જ તેમણે પ્રદૂષણની ગુણવત્તા સુધારવાનાં પગલાં પણ સૂચવ્યાં હતાં.

ranjeet jadhav mumbai mumbai news panvel kharghar