દક્ષિણ મુંબઈમાં ધોધમાર, પરાંમાં રિમઝિમ

17 June, 2021 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્સૂનનો માહોલ ધીમે-ધીમે જામતો જાય છે અને શનિવાર સુધી મુંબઈ અને એમએમઆર રીજનમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વેધશાળાએ દર્શાવી છે.

પ્રતીકાત્મક તસવીર

મૉન્સૂનનો માહોલ ધીમે-ધીમે જામતો જાય છે અને શનિવાર સુધી મુંબઈ અને એમએમઆર રીજનમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વેધશાળાએ દર્શાવી છે. સામાન્યપણે દક્ષિણ મુંબઈ કરતાં સબર્બ્સમાં વરસાદ સારો પડતો હોય છે, પણ ગઈ કાલે કોલાબામાં ધોધમાર વરસાદ હતો અને કેટલાંક ઠેકાણે તો પાણી પણ ભરાઈ ગયાં હતાં, જ્યારે સાંતાક્રુઝ અને અન્ય સબર્બ્સમાં છૂટાંછવાયાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. ગઈ કાલે કોલાબામાં ૯૯.૬ એમએમ વરસાદ પડ્યો હતો, જ્યારે સાંતાક્રુઝમાં ૨૫.૪ એમએમ વરસાદ નોંધાયો હતો. 

જોકે આવનારા ચાર દિવસમાં ફરી એક વાર મુંબઈ અને એમએમઆર રીજનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી આગાહી રીજનલ મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ છે અને એથી યલો અલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.  

mumbai mumbai news mumbai rains mumbai monsoon maharashtra south mumbai