મુંબઈ સહિત કોસ્ટલ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

12 August, 2020 12:21 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ સહિત કોસ્ટલ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

હવામાન વિભાગે ગઈ કાલે આગાહી કરી હતી કે ૧૫ ઑગસ્થી મુંબઈ અને કોસ્ટલ વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મુંબઈની સાથે આસપાસના થાણે, પાલઘર અને રાયગડ સહિત રત્નાગિરિમાં પણ નોંધપાત્ર વરસાદ પડી શકે છે. મુંબઈમાં થોડા દિવસ વરસાદે વિરામ લીધા બાદ ફરી ચોમાસું સક્રિય બનવાની શક્યતા છે. મુંબઈ અને કોસ્ટલ વિસ્તારોમાં ભારે; તો થાણે, પાલઘર, રાયગડ અને રત્નાગિરિમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના મુંબઈના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસિલકરે કહ્યું કે ‘૧૫ ઑગસ્ટ સુધી પુણે, કોલ્હાપુર અને સાતારા જિલ્લાઓમાં પણ મુંબઈની જેમ ભારે વરસાદ પડી શકે છે. આ સમય દરમ્યાન ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાઠા અને વિદર્ભમાં પણ વરસાદ પડી શકે છે.’

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘાટ વિસ્તારના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલાં જોવા મળ્યાં હોવાથી આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગયા અઠવાડિયે મુંબઈમાં ભારે વરસાદ પડતાં પાણી ભરાવાની સાથે કેટલીક જગ્યાએ જમીન ધસી પડવાની ઘટના બનતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

mumbai mumbai news mumbai rains mumbai monsoon mumbai weather