વિરામ બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ફરી વરસાદ પડ્યો

08 September, 2020 09:01 AM IST  |  Mumbai | Agency

વિરામ બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ફરી વરસાદ પડ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં રવિવારે આખી રાત અને સોમવારે વહેલી સવારે ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશ કોરુંધાકોર હતું જેને પગલે શહેરના તાપમાનમાં અને ભેજમાં વધારો થયો હતો. મનપાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે મુંબઈ શહેરમાં બુધવારે સવારે આઠ વાગ્યા સુધીમાં ૨૪ કલાકમાં ૩૧.૨૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને પશ્ચિમનાં સબર્બ્સમાં અનુક્રમે ૧૦.૫૮ મિ.મી. અને ૪.૩૫ મિ.મી. વરસાદ પડ્યો હતો. જોકે વરસાદને કારણે લોકલ ટ્રેન તથા બસ-સર્વિસ પ્રભાવિત થઈ નહોતી અને શહેરમાં ક્યાંય પાણી ભરાયાં નહોતાં. શહેર અને એના પરાં વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને સાંજ અથવા રાત પડતાં હળવો વરસાદ કે ઝાપટું પડી શકે છે, એમ અધિકારીએ હવામાન ખાતા (આઇએમડી)ની આગાહીને ટાંકીને જણાવ્યું હતું. ‘મળસ્કે વીજળીના ચમકારા વધી ગયા હતા. સમગ્ર કોકણ પ્રદેશમાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. આ ગતિવિધિ દરિયાકાંઠા પર આગામી ત્રણથી ચાર કલાક સુધી યથાવત્ રહે એવી શક્યતા છે, એવી ટ્વીટ આઇએમડીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસલીકરે કરી હતી.

mumbai mumbai news mumbai rains mumbai monsoon mumbai weather