મુંબઇ, કોંકણમાં ભારે વરસાદની આગાહી

22 August, 2020 11:29 AM IST  |  Mumbai | Agencies

મુંબઇ, કોંકણમાં ભારે વરસાદની આગાહી

ફાઈલ તસવીર

ભારતીય હવામાન ખાતા (આઇએમડી)એ મહારાષ્ટ્રના મુંબઇ, થાણે અને બાકીના કોંકણ પ્રાંત માટે “ઓરેન્જ એલર્ટ” જારી કરીને ભારે વરસાદની આગાહી કરી છે.

ઓરેન્જ એલર્ટનો સંકેત મળતાં વહીવટી તંત્રોએ ગંભીર હવામાનને કારણે સર્જાતી પરિસ્થિતિ સામે સજ્જ થવાનું રહે છે.

“પૂર્વ મધ્ય પ્રદેશ પર લો પ્રેશર અને સંબંધિત સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાતાં મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો તથા કોંકણ પ્રાંતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે,” તેમ આઇએમડી (મુંબઇ)ના સિનિયર ડિરેક્ટર શુભાંગી ભુતેએ શુક્રવારે જણાવ્યું હતું.

આ સ્થિતિમાં 45 કિમીથી 55 કિમીની વચ્ચેની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

“આગામી 24 કલાક સુધી મુંબઇ, થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે,” તેમ ભુતેએ ઉમેર્યું હતું.

mumbai mumbai monsoon mumbai news mumbai weather thane konkan