મોનોરેલ-૨ને મંજૂરી મળી : ૨૦૧૫ના ડિસેમ્બર સુધીમાં કાર્યરત

26 October, 2014 05:50 AM IST  | 

મોનોરેલ-૨ને મંજૂરી મળી : ૨૦૧૫ના ડિસેમ્બર સુધીમાં કાર્યરત



આ મંજૂરીને લીધે મુસાફરોને અવરજવર માટે ૧૪ મહિનામાં એક નવો રસ્તો મળશે. આ અગાઉ MMRDAએ રજૂ કરેલાં ડ્રૉઇંગ્સમાં ખામી હોવાને કારણે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS) ચેતન બક્ષીએ એ નામંજૂર કયાર઼્ હતાં, કારણ કે એમાં પાટાની માત્ર ચાર લેન દર્શાવવામાં આવી હતી, જ્યારે મધ્ય રેલવે અહીં પાટાની છ લેન નાખવાની યોજના ધરાવે છે. સુધારેલાં ડ્રૉઇંગ્સ રજૂ કરવામાં આવતાં CRSએ એને મંજૂરી આપી હતી.

MMRDAએ મોનોરેલ-૨ની ડેડલાઇન ૨૦૧૫ની મેથી સુધારીને ૨૦૧૫ની ડિસેમ્બર કરી છે. MMRDAના કમિશનર યુપીએસ મદાને જણાવ્યું હતું કે ‘અમે સૌપ્રથમ પાયા નાખવાનું કામ હાથ ધરીશું. ત્યાર બાદ કરી રોડ અને વડાલા સ્ટેશને ગર્ડરો બેસાડીશું.’

MMRDAને વડાલા સ્ટેશને કામ શરૂ કરવાની મંજૂરી પણ મળી ગઈ છે.

મોનોરેલના બીજા તબક્કાનું કામ પૂરું થતાં મોનોરેલ ચેમ્બુરથી જેકબ સર્કલ સુધી દોડશે. આ અંતર ૨૦ કિલોમીટરનું છે અને એમાં વીસ સ્ટેશન હશે. આ અગાઉ ૮.૮ કિલોમીટરનો ચેમ્બુરથી વડાલાનો આઠ સ્ટેશનનો તબક્કો ફેબ્રુઆરી ૨૦૧૪માં શરૂ થઈ ગયો છે.